________________
શ્રી નમિનાથજી
891
સુવર્ણજ્ઞાન છે. પરમ આરાધ્ય અને પરમ ઉપાદેય છે.
જૈનદર્શનના એક એક આચારોને જગતના ચોગાનમાં મૂકવામાં આવે તો જગતનું મસ્તક અહોભાવે ત્યાં ઝૂકી જાય તેમ છે. તે જ રીતે એને બતાવેલ સ્યાદ્વાદ, અનેકાંતવાદ અને સાપેક્ષવાદના સિદ્ધાંતને જગત સમક્ષ રજુ કરવામાં આવે તો અનેકાંતદર્શનરૂપી સિંહ આગળ અન્ય દર્શનરૂપી શિયાળિયાઓ ભાગી જાય તેમ છે. અન્યદર્શનોરૂપી ઘુવડો ત્યાં સુધી જ ડોકિયા કરે છે જ્યાં સુધી અનેકાન્તરૂપી સૂર્ય ઉદય પામ્યો નથી. - આમ જૈનદર્શન સ્યાદ્વાદશૈલિથી સર્વોત્તમ હોવાથી પ્રભુની નયગર્ભિત વાણીને જે હૃદયમાં સ્થાપન કરે છે અર્થાત્ નયગર્ભિત વાણી દ્વારા આત્માદિ પદાર્થોનું યથાર્થ શ્રદ્ધાન કરી અંતે નયપક્ષથી પણ અતિકાન્ત થઈ દ્રવ્યદૃષ્ટિ પ્રધાન શૈલિથી સાધના કરે છે, તે જ વાસ્તવિક ભાવથી જૈનદર્શનની ઉપાસના છે અને તે જ મોક્ષ આપવા સમર્થ છે.
(અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સંગે રે) – પ્રભુએ ગણધરોને ત્રિપદી આપી. તેના ઉપરથી ગણધરો બીજબુદ્ધિના ધણી હોવાના કારણે તેમજ તીર્થકર ભગવંતના જ્ઞાનાતિશયના કારણે તે સાંભળતા જ તેઓને દ્વાદશાંગીનો ક્ષયોપશમ થઈ ગયો. સમસ્ત શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ થયો અને દ્વાદશાંગીની રચના કરી એમ શાસ્ત્રોમાં કહેવાય છે. આ ક્ષયોપશમ બધા જ ગણધરોને સૂત્રથી અને અર્થથી સંપૂર્ણ હોય છે. જેને સર્વાક્ષર સંનિપાતી જ્ઞાન કહેવાય છે. આમાં શ્રુતજ્ઞાનના બળે સમસ્ત . વિશ્વ અને તેના સમસ્ત દ્રવ્ય-પર્યાયોનું જ્ઞાન થાય છે. આ સર્વાક્ષર
સંનિપાતિ જ્ઞાન ને અક્ષર ન્યાસ કહી શકાય, તેમ તેનાથી અલ્પજ્ઞાનને પણ અક્ષરન્યાસ કહી શકાય છે. આ શાસ્ત્રોમાં લિપિરૂપે રહેલ અક્ષરજ્ઞાન
દુઃખ વેદવામાં દેહભાવે દુઃખી થઈ જઈએ તો અજ્ઞાની.