________________
890
હૃદય નયન નિહાળે જગધણી
સૂક્ષ્માતિસૂક્ષ્મ અતિચાર કેવી રીતે લાગી શકે છે તેનુ વર્ણન કરે છે, તેમ પ્રતિકૂળ સંયોગોમાં આશયની શુદ્ધતા જાળવી ક્યાં સુધીના અપવાદ સેવી શકાય અને કઇ રીતે પડી રહેલા આત્માને બચાવી શકાય? કઇ રીતે સમાધિ ટકાવી શકાય? તેનુ વર્ણન પણ છેદગ્રંથો-પ્રાયશ્ચિતના ગ્રંથોદ્વારા કરે છે.
વળી પર્યાયનયની દૃષ્ટિથી સંસારની અસારતા જણાવી, વૈરાગ્યની દૃઢતા કરી આત્મધર્મ-વીતરાગધર્મને પામવા નિશ્ચયદૃષ્ટિથી આત્માનુ શુદ્ધ સ્વરૂપ કેવું છે? તેને પામવા દ્રવ્યદૃષ્ટિપ્રધાન નિશ્ચયનયની સાધના પણ બતાવે છે. એ ભંગાણ પણ કરી આપે છે અને જોડાણ પણ સાંધી આપે છે. અનાત્મદશા-અનાત્મભાવથી ભંગાણ કરાવી આત્મભાવ-આત્મદશાની સાથે સંધાણ કરાવી પરમભાવ-સ્વભાવ અને સ્વભાવદશાએ પહોંચાડી સ્વભાવસ્થસ્વરૂપસ્થ બનાવે છે. એ Disection-Disconnectionની સાથે Unification-અભેદતાના માર્ગનો પણ ઉદ્યોત કરે છે.
જિનેશ્વર પરમાત્માની વાણી કોઈ નયથી અધુરી હોતી નથી. વળી વાણી-વિચાર અને વર્તનની એકતા તેનામાં જોવા મળે છે. અંદરમાં કાંઈ ને બહારમાં કાંઇ એવી બેઢંગી, દોરંગી, કઢંગી, બેહુદી વાતો તેનામાં નથી હોતી. એક બાજુ અહિંસામાં ધર્મ બતાવી બીજી બાજુ સ્વર્ગની ઈચ્છા માટે યજ્ઞ કરવાની અને તે માટે તેમાં પશુઓને હોમવાની બેહુદી વાતો વૈદિકદર્શનની જેમ તે નથી કરતું. મોક્ષપ્રાપ્તિના આશયથી કરાયેલ અહિંસાનું વિધાન મોક્ષપ્રાપ્તિમાં કેમ પરિણમે તે માટે થઈને જ સ્યાદ્વાદશૈલિથી આચાર અને વિચારનું પ્રતિપાદન કરે છે. ટૂંકમાં કષ, છેદ અને તાપની કસોટીમાંથી ઉત્તીર્ણ થયેલું એ
રાગ એ મૌલિક છે. દ્વેષ તો રાગની નિષ્ફળતાનું જ પરિણામ છે. માટે રાગ કાઢી અને વીતરાગી બનો !