________________
શ્રી નમિનાથજી
સિધાવશે. જૈન-જૈનેતરમાં સર્વત્ર સત્સંગનો મહિમા ખૂબજ છે. પરીક્ષિત રાજાને પણ તત્ત્વસુધારસ પાન કરાવનાર મુનિ શુકદેવ મળ્યાં હતાં.
એક ઘડી, આધી ઘડી, આધીમેં ભી આધ, તુલસી સંગત સંતકી, કટે કોટિ અપરાધ.
883
એક ફારસી કહેવત છે કે સંતપુરુષની સાથે કરાયેલ થોડા ટાઈમની સોબત એ ખુદા સાથે કરાયેલ હજારો વર્ષની બંદગી કરતાં પણ શ્રેષ્ઠ છે. રોહિણિયા ચોરનું દૃષ્ટાંત અત્રે વિચારી જવા જેવું છે.
જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગે રે; અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સંગે રે.. ષટ્..૫
અર્થ : જુદા જુદા દર્શનોને જિનેશ્વર પરમાત્મા રૂપી પુરુષના જુદા જુદા અંગમાં સ્થાન આપ્યા પછી, હવે જૈન દર્શન એ વીતરાગ-સર્વજ્ઞતીર્થંકર પરમાત્મા દ્વારા પ્રરૂપિત હોવાથી તેને મસ્તિષ્કમાં સ્થાન આપે છે કે જે વર એટલે કે શ્રેષ્ઠ-ઉત્તમઅંગ છે, એવા ઉત્તમઅંગ મસ્તિષ્કમાં સર્વદર્શનના શિરતાજરૂપે-મુગટરૂપે સ્થાન આપ્યું છે.
જિનેશ્વર પરમાત્માએ આપેલ ત્રિપદી અને તેમાંથી ગણધરોએ રચેલ દ્વાદશાંગી કે જે સર્વાક્ષર સંનિપાતી હોવાના કારણે જેમાં સર્વ અક્ષરનો ન્યાસ થયેલો છે, તેને જે આત્મા, ‘ધરા આરાધક’ એટલે મૂળથી સારી રીતે ધારીને આરાધે છે અર્થાત્ પોતાની તિકલ્પનાને તેમાં સ્થાન ન આપતા ગુરુગમથી આરાધે છે, તે સર્વ અક્ષર ન્યાસ આરાધક કહેવાય છે અને તે (આરાધે ધરી સંગે રે) - સાંગોપાંગપણે જિનદર્શનને આરાધી શકે છે અર્થાત્ બહુ થોડા સમયમાં મુક્તિ પામે છે.
આપણી મિથ્યાદષ્ટિ અને આપણું અજ્ઞાન જ આપણું બગાડે છે.