________________
882
હૃદય નયન નિહાળે જગધણી
અસંગયોગની સાધના કરવાને બદલે બીજા જીવોને પમાડવામાં જ જીવનો મોટાભાગનો સમય ચાલ્યો જાય છે, આ એક અજ્ઞાનનો જ વિલાસ છે; એ જીવને ખ્યાલમાં આવવું જોઈએ. એનો અર્થ એવો નથી કરવાનો કે વર્તમાનમાં ચાલી રહેલો ત્યાગમાર્ગ-દીક્ષામાર્ગ ખોટો છે પરંતુ દીક્ષા લીધા પછી જે લક્ષ્ય સુસ્પષ્ટ થવું જોઇએ અને તેને કારણે પ્રોપર ચેનલ, જે પકડાવી જોઇએ તે નથી પકડાતી. એટલા માટે તો યોગીરાજને કહેવું પડ્યું કે, ‘“માખન થા સો વિરલા પાયા, છાશે જગ
ભરમાયા.'
આત્મજ્ઞાની ગુરુ સિવાય જગતના બીજા ગુરુઓ દ્વારા આ ખ્યાલ આવવો ખૂબ મુશ્કેલ છે માટે યોગીરાજ ગુરુગમ અર્થાત્ સંતસમાગમ ઉપર ભાર મૂકી રહ્યા છે.
(તત્ત્વ વિચાર સુધારસ ધારા ગુરુગમ વિણ કિમ પિજે રે) - તે માટે તત્ત્વની વિચારણા કરાવનાર, અમૃતરસનું નિરંતર પાન કરાવનાર ગુરુગમ એટલે આત્મજ્ઞાની, દિવ્યજ્ઞાની સત્પુરુષ-સંતપુરુષનો સમાગમ થાય અને જીવ તે અમૃતરસનું પાન હોંશેહોંશે કરે, આદર-બહુમાનપૂર્વક કરે તો તે તત્ત્વ સુધારસ પાન શક્ય બને છે. અન્યથા પોતાની મતિકલ્પનાથી ગમે તેટલો ધર્મ કરે, કાંઈ વળે તેમ નથી.
મહાનાસ્તિક એવા પ્રદેશીરાજાને અમૃતરસનું પાન કરાવનાર કેશી ગણધર મળી ગયા અને તેની વાણીનું હોંશેહોંશે પાન કર્યું, તો મહામિથ્યાદષ્ટિમાંથી મહાસમ્યગ્દષ્ટિ બન્યા, દેશવિરતિધર બન્યા અને પોતાની પ્રાણપ્યારી પત્નીએ પણ બેવફા બની છઠ્ઠના પારણે ભોજનમાં ઝેર આપ્યું, તો પણ ભાવ ન બગાડ્યા, સમાધિ ટકાવી, પહેલા વૈમાનિક દેવલોકમાં દેવ થયા અને ત્યાંથી ચ્યવી મનુષ્યમાં આવી આત્મકલ્યાંણ કરી મોક્ષે
કષાયભાવ હોવાથી ગમે એટલો પુણ્યનો ઉદય હોવા છતાં આત્માનું સ્વરૂપ પ્રશાંત નહિ પણ અશાંત છે.