________________
શ્રી નમિનાથજી
881
આગળ વરુનું ચિત્ર દોરૂં છું. સવારમાં પાણી ભરવા વાળી બાઈઓ આ ધૂળમાં ચિતરાયેલા વરુના પગલા વગેરે જોઇને તેમાં સાચા વરુની કલ્પના ફરી ત્યાંથી જ પાછી જતી રહેશે, પાણી ભરવા નહિ જાય અને સવારે તેવું જ બન્યું. બેનને વિશ્વાસ બેઠો અને તેણે પોતાના ભાઈની સાથે લગ્ન કર્યા. નાસ્તિકમત જીવને દુરાચારી બનાવવા સમર્થ છે માટે તેને ભંડારી દેવા પેટમાં સ્થાન આપ્યું હોય તે બનવાજોગ છે.
(અંશ વિચારીજો કીજે રે) - અંશ જ વિકસિત થઈ પૂર્ણતામાં પરિણમે છે. વિચાર કરતા જણાશે કે મિથ્યાત્વ જ સમ્યકત્વમાં, સમ્યકત્વ દેશવિરતમાં, દેશિવરતિ સર્વવિરતિમાં, સર્વવરિત અપ્રમત્તતામાં, અપ્રમત્તતા ક્ષકશ્રેણીમાં, ક્ષપકશ્રેણી વીતરાગતામાં, વીતરાગતા સર્વજ્ઞતામાં, સર્વજ્ઞતા અયોગીતામાં અને અયોગીતા સિદ્ધત્વમાં પરિણમે છે. તેમ નાસ્તિકતાઅવળી સમજ જ આસ્તિકૃતામાં, સવળી સમજમાં પરિણમે છે, માટે અધ્યાત્મમાં સવળી સમજ ઉપર ખૂબજ ભાર મૂકવામાં આવ્યો છે. જો ગમે તેટલો ઊંચો ધર્મ બહારથી કરવામાં આવે પણ જો સમજ ફરી નહિ, તો જીવ મોક્ષના પંથે ચઢી શકતો નથી. અવિરતિના પાપ ઉપર ભાર આપી જીવને વિરતિધર બનાવવાનો જેટલો ઉપદેશ આપીએ છીએ તેટલો ઉપદેશ જીવની અવળી શ્રદ્ધા ફેરવીને સવળી સમજ પેદા કરવાનો અપાતો નથી તેમજ તે માટે પર્યાયમાં થતા ભાવોમાંથી હું પણું કાઢવાનો અપાતો નથી માટે બહારથી વિરતીધર બનવા છતાં પણ તત્ત્વથી તો તે દ્રવ્યલિંગી જ રહે છે અને તેથી જીવનના અંતસુધી હું સાધુ જ છું, સર્વવિરતિધર છું એ જ ખ્યાલમાં રહે છે. હજુ હું ગ્રંથિભેદજનિત સમ્યકત્વપણ પામ્યો નથી, મોક્ષમાર્ગના વિકાસક્રમના ચૌદ સોપાનમાં માત્ર પહેલે પગથિયે જ છું; તેવો ખ્યાલ પણ તે આત્મા ચૂકી જાય છે એટલે ગ્રંથિભેદજનિત સમ્યકત્વને પામવા જ્ઞાન-ધ્યાન-એકાંત-મૌન
પંયપરમેષ્ઠિનું સ્વરૂપ, એ દરેક જીવનું સ્વ (સ્વ)રૂપ છે. એટલે કે એ સ્વગુણ પર્યાય છે. જ્યારે પંય પરમેષ્ઠિ વ્યક્તિ એ સજાતિય પર દ્રવ્ય છે.