________________
880 2 હૃદય નયન નિહાળે જગધણી
સુધીના અનંતભવો કરતાં અને અસંખ્ય પુદ્ગલ પરાવર્ત કે અનંત પુદ્ગલ પરાવર્ત પરિભ્રમણ કરતાં તેની દષ્ટિ દેહ ઉપર જ હોય છે એટલે મૂળમાં તો જીવની માન્યતા નાસ્તિકતાની જ છે.
કાળક્રમે ચરમાવર્તમાં આવી, હળુકર્મી બની, આસ્તિકતાને પામીને સદાચાર, સમ્યકત્વ, પંચાચાર, દેશવિરતિ, સર્વવિરતિ, વીતરાગતા, સર્વજ્ઞતા, સર્વદર્શિતા, સર્વાનંદીતા, સિદ્ધતાને પામે છે; એ અપેક્ષાએ પણ ચાર્વાકમતને પેટમાં સ્થાન આપ્યું હોય તેમ લાગે છે. ચાર્વાકમતને પેટમાં સ્થાન આપવા દ્વારા બિંદુમાંથી સિંધુ થવાનો, નિકૃષ્ટતામાંથી ઉત્કૃષ્ટતા તરફ જવાનો, નાસ્તિમાંથી અસ્તિ તરફ જવાનો નિગોદથી નિર્વાણ સુધીના વિકાસનો યોગીરાજે અંગુલિનિર્દેશ કર્યો હોય તેવું જણાય છે.
વળી નાસ્તિકમત એ વિશ્વનું અહિત કરનાર છે. એનાથી જીવ બેફામ પાપો કરી દુર્ગતિમાં જાય છે. આત્માની ત્રિકાળ સત્તા, જો ન માનવામાં આવે, તો જીવ તો ઠીક પણ આખું વિશ્વ દુરાચારી, અનાચારી બની નરકાદિમાં જાય. આખી વિશ્વવ્યવસ્થા તૂટી જાય. સદ્ગતિનો માર્ગ લુપ્ત થઈ જાય. માટે આવા નાસ્તિકમતને જાહેરમાં લાવવાનો હોતો નથી. તેને ભંડારી દેવાનો હોય છે. એને ગર્ભમાં જ ગર્ભિત કરી દેવાનો હોય છે અને ગુપ્તવાતોનું સ્થાન તો પેટ જ છે માટે તેને પેટમાં સ્થાન આપ્યું હોય, તે સંભવિત છે.
ખૂદ ચાર્વાકમતનો પ્રણેતા પોતે જ નાસ્તિક હતો. તેની બેન અત્યંત રૂપ સંપન્ન હોવાના કારણે તેણે તેની સાથે લગ્ન કરવા હતાં. પોતાની બેનને વાત કરી તો તે કહે છે ના મારે લગ્ન તમારી સાથે નથી કરવા. મારે નરકાદિમાં જવું પડે. ત્યારે કહે છે કે આ નરક વગેરે હંબક છે, કશું છે નહિ; એમ કહીને પોતાની બેનને કહે છે કે જો હું આ રસ્તા
શેય પદાર્થોને જોવા જાણવા જવું, એનું જ નામ વિકલ્પ. | વિકલ્પ વિનાશી છે. નિર્વિકલ્પકતા અવિનાશી છે.