________________
શ્રી નમિનાથજી
879
ભય, સંશયાદિના સાગરમાં ગોથા જ ખાતો હોય છે. એક તત્ત્વ ચિંતકે માનવીના જીવન વિષે ફળાદેશ કરતાં લખ્યુ છે કે, “Life is empty and meaningless.''
જે ક્ષણે માનવી વિવેક ચૂકે છે, આત્માને ભૂલે છે અથવા તો દુનિયામાં મોટા દેખાવા, સારા કહેવડાવવા, પોતાની નામના, કીર્તિ, ખ્યાતિ અને પ્રતિષ્ઠાના પાટિયા મારવા દાનાદિ કાર્યો કરે છે અથવા તો તે માટે થઈને લોકોની પાસે પૈસાની ભીખ માંગે છે ત્યારે બહારથી તે સારો દેખાતો હોવા છતાં અંદરથી તે ખાલી થઇ ગયો હોય છે. પોતે તત્ત્વથી પરમાત્મા છે અને પરમાત્મા થવા માનવ ભવમાં આવ્યો છે; એ વાત તે ભૂલી ગયો હોય છે. પછીથી તે સારું દેખાતુ કાર્ય વ્યક્તિગત હોય, સામાજીક સ્તરે હોય, ધાર્મિક સ્તરે હોય, સંઘના લેવલે હોય કે દેશના સ્તરે હોય તો પણ તે ખાલી-ખાલી ને ખાલી જ છે કારણકે તેમાં પંચમહાભૂતનો ચકરાવો જ છે. તેમાં આત્માનું નામ નિશાન નથી. ફાળલબ્ધિનો પરિપાક ન થાય અને ભવિતવ્યતા સાનુકૂળ ન થાય ત્યાં સુધી જીવમાત્રની આ સ્થિતિ છે. બહારથી ભરાયેલો હોવા છતાં અંદરથી ખાલી-ખાલી ને ખાલી. અધ્યાત્મમાં આત્માનું અજ્ઞાન અર્થાત્ વિપરીત જ્ઞાન મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવાનું છે; તે વાત એક ક્ષણ માટે પણ ભૂલવા જેવી નથી.
જો આત્મા નહિ સમજાય તો બાકી પંચમહાભૂતનો ચકરાવો જ છે.
જીવનું સંસારમાં મોલિક સ્થાન અનાદિ સૂક્ષ્મ નિગોદ છે, જેને શાસ્ત્રમાં અવ્યવહાર રાશિ કહેવાય છે. ત્યાં તો જીવને કશો જ ખ્યાલ હોતો નથી તેમજ ત્યાંથી બહાર નીકળી એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય
શાસ્ત્રમાં આપણા ભાવોનું આલેખન છે. જ્યારે ભાવો તો વાસ્તવિક આપણા પોતામાં જ છે.