________________
878
હૃદય નયન નિહાળે જગધણી
અર્થાત્ પંચભૂતનો બનેલ દેહ છે, ઇન્દ્રિયો છે પણ તેમાં રહેનારો નથી માટે બધું ખાલી જ ખાલી છે અને પેટ-કુક્ષી પણ તેવી જ ખાલી અને ખાલી જ છે માટે યોગીરાજે તેને પેટમાં સ્થાન આપેલું હોય એમ વિચારતાં તાળો મળી આવે છે. તર્કથી સંગત થાય છે. પંચભૂતનો બનેલ દેહ હોય પણ તેમાં રહેનાર જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા નહિ. હોય તો તે દેહને કે પંચભૂતાત્મક સમગ્ર જગતને ખ્યાતિ કોણ આપશે ? પ્રસિદ્ધિ કોણ આપશે? પ્રકાશિત કોણ કરશે? જેમ પેટમાં નાખવા છતાં એ પાછું ખાલીને ખાલી થઇ જતું હોવાથી તે ન નાંખ્યા બરાબર જ ગણાય છે તેમ પંચમહાભૂત સ્વરૂપ દેહને માનવા છતાં ચાર્વાક આત્માને ન માનતો હોવાથી તે પંચમહાભૂતને ન માનવા બરાબર જ છે. વિશ્વની સર્વ દોડધામમાં પંચભૂત જ છે. આત્મા સિવાય બધુ પંચભૂત જ છે. ખ્યાતને માને તેણે ખ્યાતાને માનવો જ પડે. પંચમહાભૂતને ખ્યાતિ આત્મા આપે છે માટે પંચમહાભૂત માનનારે આત્માને માનવો જ પડે.
આપણે પણ જન્મથી મૃત્યુ પર્યંત પંચમહાભૂતના બનેલા દેહને સાચવવામાં, શણગારવામાં, વધારવામાં, પોષવામાં ભાનભૂલા બનીને અનંત જ્ઞાનાનંદમય એવા આપણા આત્માની ઉપેક્ષા કરી રહ્યા છે એટલે કે આપણું જીવન બાહ્યથી ધન, ધાન્ય, ફ્લેટ, ફર્નિચર, ગાડી, વાડી, લાડીથી સજાયેલું અને લદાયેલું હોવા છતાં તત્ત્વથી તે ખાલી, ખાલી અને ખાલી જ છે. આ અંદરનો ખાલીપો બહુ ખરાબ છે. એટલે બહારથી આપણે ધર્મક્રિયાઓ કરવા દ્વારા ધાર્મિકતાનો અંચળો ઓઢીને ફરીએ છીએ પણ અંદરથી ખાલી હોવાના કારણે તેમજ બહારથી ભરાતા અને ફુલાતા હોવાના કારણે આપણે છુપા નાસ્તિક છીએ. ચાર્વાક પ્રગટ નાસ્તિક છે. જન્મથી મૃત્યુ પર્યંત માનવી અજ્ઞાન, ચિંતા,
પંયપરમેષ્ઠિનું ધ્યાન ઘરતાં ઘરતાં જીવ, પોતે સ્વયં નિસ્પૃહવૃત્તિને પામે, તે વધારે મહત્વની વસ્તુ છે.