________________
પરિશિષ્ટ - 1277
અર્થ પુરષાથી
૧) અર્થ પુરુષાર્થ અર્થ માટે :- જેઓ પૈસાને પૈસા ભેગા કરવા, લોભ સંતોષવા જ મેળવે છે, પૈસાનો ઉપયોગ જીવનનિર્વાહ માટે પણ શાંતિથી કરતા નથી તેનો અર્થ પુરુષાર્થ અર્થ માટે છે. દ્રષ્ટાંતમાં મમ્મણ શેઠ.
૨) અર્થ પુરુષાર્થ કામ માટે - ભોગી જીવોને લાગુ પડે. જેઓ કમાઈને ભોગની પાછળ પડેલા છે. પશ્ચિમપરસ્ત ઉપભોક્તાવાદીનો આમાં સમાવેશ થઈ શકે. ( ૩) અર્થ પુરુષાર્થ ધર્મ માટે - કોઈ દીક્ષાર્થીને ઘરમાં કોઈ વડીલ ન હોય ને પાંચ લાખ રૂા. કમાઈને આપે તો જ દીક્ષાની રજા મળી શકે તેમ છે તેવાનો અર્થ પુરુષાર્થ ધર્મ માટે સમજવો. ( ૪) અર્થ પુરુષાર્થ મોક્ષ માટે :- ભરત ચક્રીની જાગૃતિ હતી. મોક્ષની જ તમન્ના હતી પણ પખંડની જીત ન કરે તો ચક્રવર્તીનું પુણ્ય ન ખપે તેવા આત્માની, નિકાચિત કર્મના ઉદયથી થતી પ્રવૃત્તિ પોતે જાગૃત હોવાથી કર્મક્ષય-આંશિક મોક્ષ માટે થાય છે. આ
કામ પુરષાથી
૧) કામ પુરુષાર્થ અર્થ માટે - વેશ્યાને હોઈ શકે છે. ૨) કામ પુરુષાર્થ કામ માટે :- ભોગીને, વ્યભિચારી ને હોય.
૩) કામ પુરુષાર્થ ઘર્મ માટે :- સતી સ્ત્રીને અથવા દીક્ષાર્થી પુરુષને બાળક આવ્યા પછી દીક્ષાની રજા મળે તેમ છે તેવી વ્યક્તિનો કામ પુરુષાર્થ ધર્મ માટે સમજવો.
જ્ઞાની તે છે કે, જે તન કે મનથી પોતે પીડાતો નથી અને અન્યને પીડતો નથી.