________________
1276
હૃદય નયન નિહાળે જગધણી
ધર્મ પુરુષાર્થ
૧) ધર્મ પુરુષાર્થ અર્થ માટે :- પંડિતો, વિધિકારકો, પૂજામંડળ,
યાત્રાપ્રવાસ વિગેરે.
૨) ધર્મ પુરુષાર્થ કામ માટે :- પ્રભાવના, પારણા, બેસણા કરાવે તો વર્ષીતપ થાય આમાં સુખશીલતા છે.
૩) ધર્મ પુરુષાર્થ ધર્મ માટે :- દીક્ષા લઈને રત્નત્રયીની વૃદ્ધિ કરવી, પ્રાપ્ત ગુણથી રત્નત્રયીની વૃદ્ધિ કરવી.
=
૪) ધર્મ પુરુષાર્થ મોક્ષ માટે :- પાલ્રાણં કમ્માણ નિગ્ધાયણટ્ઠાએ કર્મક્ષય માટે અહીં જાગૃતિ છે કે ક્રિયાથી આશ્રવ થાય છે અને રાગ-દ્વેષથી બંધ થાય છે. માટે રાગ-દ્વેષ ન થાય તેની સતત જાગૃતિ રાખે છે. અહીં ક્ષયોપશમ રત્નત્રયીને ક્ષાયિક રત્નત્રયી મેળવવાના અભિલાષે સતત પુરુષાર્થ કરવામાં આવે છે. અહીં ભાવધર્મની મુખ્યતા છે. સાધનને સાધ્યની પ્રાપ્તિ માટે સાધનામાં જોડવું, તે ભાવ છે. એટલે ક્ષયોપશમ રત્નત્રયીને ક્ષાયિક બનાવવાના લક્ષ્ય વિકસાવતાં રહેવું તે ભાવ છે. પૂર્ણનું લક્ષ્ય જેને હોય તેને અપૂર્ણની પ્રાપ્તિમાં ક્યારેય સંતોષ, અભિમાન કે અટકાયત આવતી નથી. કારણકે તે સમજે છે કે અપૂર્ણના સરવાળા કદી પૂર્ણ બની શકતા નથી. અપૂર્ણ અને પૂર્ણની જાતિમાં જ ફેર છે. માટે પૂર્ણ-ધ્રુવપદનું લક્ષ્ય તીવ્રતમ બન્યું રહેવું જોઇએ.
તપની પરાકાષ્ઠા પૂર્ણકામ, અણાહારીપદ, અશરીરી-અરૂપીપણું છે. તપાયારની પરાકાષ્ઠા અનશન છે.