________________
1278
હૃદય નયન નિહાળે જગધણી
૪) કામ પુરુષાર્થ મોક્ષ માટે :- માત્ર તીર્થંકરનો ગૃહસ્થાવાસ લઈ શકાય. તથા નંદીષેણ વિગેરેના નિકાચિત કર્મોદયનો પણ અહીં સમાવેશ થઇ શકે.
મોક્ષ પુરુષાર્થ
૧) જે માયાવી પૈસા ભેગા કરવા માટે ચારિત્ર પાળે તો (કહેવાતો) મોક્ષ પુરુષાર્થ અર્થ માટે છે.
૨) જે માયાવી ખાવા-પીવા તથા સુખસંજ્ઞાને પોષવા માટે ચારિત્ર પાળે તેનો મોક્ષ પુરુષાર્થ કામ માટે સમજવો.
૩) જે સાધક પંચાચારની વૃદ્ધિ માટે ચારિત્ર લે તેનો મોક્ષ પુરુષાર્થ ધર્મ પુરુષાર્થ માટે છે.
૪) જેઓ કર્મક્ષય માટે ચારિત્ર પાળે છે તેવા ગજસુકુમાલ વિગેરેને મોક્ષપુરુષાર્થ મોક્ષ માટે સમજવો.
મોક્ષ પુરુષાર્થી પુણ્યના ઉદયથી અળગા થવાનું શીખે. કર્મનો સંયોગ બાહ્ય સામગ્રી આપે, તેમાં કારણતા ખરી પણ કારકતા તો આત્માની જ સમજવી. માટે જ જંબુસ્વામીજીનો પ્રબળ પુણ્યનો ઉદય હતો, પણ તેઓ નિર્લેપ રહ્યા તો મોક્ષ મેળવી શક્યા.
ઈંદ્રિયોના વિષયોથી અળગા થવાય તો જ પ્રત્યાહાર થઇ શકે. સારૂં ખાવાનો વિચાર ન કરો. કોઈની નિંદા ન સાંભળો, તમારી પ્રશંસા સાંભળવાનું મન પણ ન થવું જોઇએ.
ઈંદ્રિયો હંમેશા મનની પાસે વિષયોની ભીખ માંગતી રહે છે અને મન ઈંદ્રિયની માંગણી આત્માને જણાવે (મન એ દલાલ છે) ત્યારે તેમાં
‘પર’ છે તે દુઃખદ છે, વિનાશી છે માટે વૈરાગ છે. ‘સ્વ’ છે તે સુખદ છે, અવિનાશી છે, નિત્ય છે અને ત્યાં વૈરાગ્ય નથી પણ સ્વાનુભૂતિ છે-સંવેદન છે.