________________
પરિશિષ્ટ & 1267
૯) વર્ણકાળ ઃ વિવિધપદ પ્રાપ્તિ અથવા વર્ણાદિમાં ફેરફાર થવો તે.
૧૦) ભાવકાળ : ઔદયિકાદિ ભાવમાં, સાદિ સપર્યવસિતાદિ ચાર ચાર ભેદવાળો કાળ તે ભાવકાળ.
ચારે ગતિને વિષે સમસ્ત જીવોના, જન્મ, જીવન અને મરણાદિ સમસ્ત દયિક ભાવો સાદિ-સાન્ત ભાંગે છે. મિથ્યાત્વાદિ પરિણામ ભવ્યજીવોની અપેક્ષાએ અનાદિ-સાન્ત છે અને અભિવ્ય જીવોની અપેક્ષાએ અનાદિ અનંત છે. ઓપશમિક સમ્યકત્વ અને ચારિત્ર એ બન્ને પ્રકારનો ઉપશમ ભાવ સાદિસાત્ત છે. - ક્ષયોપશમભાવની દાનાદિ પાંચ લબ્ધિઓ ભવ્યજીવોને અનાદિ સાન્ત અને અભવ્યને અનાદિ-અનંત હોય છે.
મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય આ ચાર લાયોપથમિક જ્ઞાનોમાં ભવ્યજીવોને પ્રથમના બે અનાદિ-સાન્ત અને પાછળના બે સાદિ-સાન્ત હોય છે.
• નવ ક્ષાયિક ભાવ :. ૧) કેવળજ્ઞાન : જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી પ્રગટે છે. ૨) કેવળદર્શન : દર્શનાવરણીય કર્મના ક્ષયથી પ્રગટે છે. ૩) ક્ષાયિક સમ્યત્વ ઃ દર્શન મોહનીયકર્મના ક્ષયથી પ્રગટે છે. ૪) ક્ષાયિક ચારિત્ર: ચારિત્ર મોહનીય કર્મના ક્ષયથી પ્રગટે છે. ૫) ક્ષાયિક ભાવની દાનલબ્ધિ : અંતરાય કર્મના ક્ષયથી પ્રગટે છે. ૬) ક્ષાયિક ભાવની લાભલબ્ધિઃ અંતરાય કર્મના ક્ષયથી પ્રગટે છે.
આત્મા સ્વરૂપથી કેવો છે? એ અનુભવવાની ચીજ છે. જ્યારે કેવો નથી ? એ કહેવાની ચીજ છે.