________________
પરિશિષ્ટ - 1265
મુખ્યતાએ મનુષ્યભવમાં સમ્યકત્વની પ્રાપ્તિ માટે સંવેગી-ગીતાર્થ ગુરૂગમથી નવ તત્ત્વોનો નય-નિક્ષેપ-પ્રમાણ સાપેક્ષ બોધ કરવો સુલભ છે,
જ્યારે બીજા કારણરૂપ નિસર્ગની હેતુતા નરકાદિ ચારે ગતિ આશ્રયી હોઈ ગૌણ છે, આથી વળી સ્પષ્ટ સમજવું કે નિસર્ગ હેતુતામાં ભવિતવ્યતાની મુખ્યતા છે, જ્યારે અધિગમમાં પુરુષાર્થની મુખ્યતા છે. નિસર્ગ ની બીજી વાત એ છે કે સિદ્ધ નિમિત્ત સિવાય જેનાથી વૈરાગ્યાદિ થાય તે નિસર્ગ છે. વ્યાખ્યા, ઉપદેશશ્રવણ, જિનમૂર્તિ વિ. સમ્યકત્વ તથા વૈરાગ્યાદિ સિદ્ધ નિમિત્ત છે. એ નિમિત્ત સિવાય પીળું પાંદળું, વૃદ્ધાવસ્થા, શબ વિ. જોઈને સમકિત થાય છે તે નિસર્ગ નિમિત્ત સમજવું. અહીં જીવની ઉપાદાનની યોગ્યતા-ઉત્તમતા-પાત્રતા કારણ છે.
કાળ
• પંચાસ્તિકાય દ્રવ્યોના પરિણમનરૂપ પર્યાયમાં ઉપચાર કરવા રૂપ હોઈ કાળ એ ઉપચરિત દ્રવ્ય છે.
કાળના લિંગો તથા ભેદો :૧) વર્તના નવા પુરાણાદિ રૂપે નિરંતર વર્તવું તે વર્તના. ૨) પરિણામ : નવા પર્યાયની પ્રાપ્તિ-ઉપલબ્ધિ છે.
(૩) ક્રિયા : એક સ્થાનેથી બીજા સ્થાને જવા રૂપ ક્રિયામાં જે વિલંબ તે.
૪) પરત્વ-અપરત્વ: પ્રથમ સ્થાન અથવા બીજા, ત્રીજા સ્થાનની . યોજનાને પરત્વ, અપરત્વ તરીકે જાણવું આ બધા લક્ષણો દ્રવ્યના પર્યાય
સ્યાદ્વાદ એટલે સર્વતોમુખી દર્શન !