________________
1264 હૃદય નયન નિહાળે જગધણી
(એક પ્રદેશ સ્વભાવતા) વડે કર્તૃત્વપણું જાણવું. જ્યારે અન્ય દ્રવ્યોને ભિન્નભિન્ન પ્રદેશે ભિન્નવૃત્તિત્વપણું હોઈ, કર્તૃત્વપણું નથી, તેમજ વળી પુદ્ગલ દ્રવ્યોને ગત્યાદિ ક્રિયત્વપણું છે પરંતુ તે કર્તુત્વભાવે હોતું નથી, જ્યારે બાકીના ચારે દ્રવ્યોમાં તો ક્રિયત્વપણું પણ નથી.
૧૧) સર્વગત :- છએ દ્રવ્યોમાં માત્ર આકાશાસ્તિકાય દ્રવ્ય જ સમસ્ત લોકાલોક વ્યાપી હોવાથી સર્વગત છે, બાકીના પાંચે દ્રવ્યો અસર્વગત છે. તેમાં વળી વ્યવહારથી કાળ દ્રવ્ય તો, જ્યાં જ્યોતિષ ચક્ર છે તેટલા અઢીદ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં જ છે.
૧૨) અપ્રવેશી :- નિશ્ચયનય દૃષ્ટિએ તો, છએ દ્રવ્યો અપ્રવેશી છે એટલે કોઈ પણ દ્રવ્ય પોતાનું મૂળ સ્વરૂપ છોડીને, અન્ય દ્રવ્ય સ્વરૂપે કોઈ કાળે પણ બનતું નથી. આમ છતાં વ્યવહારથી જીવ અને પુદ્ગલ દ્રવ્યોમાં સાંયોગિક ભાવે સપ્રવેશીપણું પણ છે. જ્યારે અન્ય ચાર દ્રવ્યોમાં તો સંયોગી પરિણમન-વ્યવહારથી પણ નથી તેથી તેઓને અપ્રવેશી જાણવા.
ઉપર જણાવેલ બારે દ્વારોથી છએ દ્રવ્યોનું યથાર્થ સ્વરૂપ વિસ્તારથી ગીતાર્થ ગુરૂ ભગવંત પાસેથી સ્યાદ્વાદ શૈલિએ, અવિસંવાદી સ્વરૂપે, હેયોપાદેયભાવે અવધારતાં, જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. કેમકે શ્રી જિનેશ્વર ભગવંતોએ આ જગત જીવ અને અજીવની રાશિરૂપ જણાવેલ છે, તેને જ વિસ્તારથી છ દ્રવ્યાત્મક સ્વરૂપે જણાવેલ છે અને સાત તત્ત્વો કે નવ તત્ત્વાત્મક સ્વરૂપ પણ તેનો જ વિસ્તાર છે.
આથી જ શ્રી તત્ત્વાર્થસૂત્રમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે સ્પષ્ટ જણાવ્યું છે કે II તન્તિસર્વાધિ“માદા। એટલે નિસર્ગ અને અધિગમ એ બે હેતુ વડે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે.
સ્વરૂપ પ્રત્યે જાગૃતિ અને લક્ષ્ય અપ્રમત્તતા એ સાઘકનું વીરત્વ છે.