________________
પરિશિષ્ટ
1989
બે દ્રવ્યોમાં જ ક્રિયત્વ ગુણ રહેલો છે. બાકીના ચારે અને સિદ્ધના આત્મા અક્રિય છે. પરંતુ કર્તુત્વ ધર્મ માત્ર જીવમાં જ છે.
૮) નિત્ય :- નિશ્ચયદ્રષ્ટિએ છ એ દ્રવ્યો, દ્રવ્યત્વ-સ્વરૂપે, અનાદિ અનંત સ્વગુણપર્યાય સહિત નિત્ય છે. પરંતુ જીવ અને પુદ્ગલ એ-બે દ્રવ્યોને, વ્યવહાર પર-પરિણામી ભાવે, અનિત્યપણું છે. જ્યારે પર્યાયાર્થિકનયદ્રષ્ટિએ તો છએ દ્રવ્યોના સકળ પર્યાય-પરિણમનો અનિત્ય છે. . - ૯) કારણ :- સર્વજ્ઞ શાસ્ત્રમાં છએ દ્રવ્યોના પરિણમનમાં, જીવ-દ્રવ્યનું પરિણમન, અન્ય કોઈ દ્રવ્યને કારણરૂપ નહિ હોવાથી, જીવ દ્રવ્યને અકારણ જણાવેલ છે.
જ્યારે બાકીના પાંચ દ્રવ્યોને કારણતા છે, આમ છતાં, વ્યવહારનયની દ્રષ્ટિએ સંસારી જીવો પોતપોતાનાં જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણના વ્યવહારથી અન્ય જીવને અનુગ્રહકારક થાય છે. તેમજ હિંસાદિ યોગ પરિણામ વડે અન્ય જીવન - વ્યવહાર ઉપઘાત કરતા હોઈ તત્ત્વાર્થસૂત્રમાં પરસ્પરોપગ્રદ નીવાનામ્ એ સૂત્રથી સમસ્ત સંસારી જીવને વિષે ઉપર જણાવ્યા મુજબ અનુગ્રહ તેમ જ ઉપઘાતકતા થકી ઉપચારે કારણતા દર્શાવી છે.
" -૧૦) કર્તા - છએ દ્રવ્યોમાં, સકલ જીવ દ્રવ્યોને વિશે પોતપોતાના અસંખ્યાત પ્રદેશો પૈકી પ્રતિ-પ્રદેશ-ભિન્નભિન્ન સમગ્ર ગુણ ક્રિયાને, એકત્વભાવે, અવ્યાબાધપણે પરિણાવવાની શક્તિ હોવાથી જીવદ્રવ્યમાં જ કર્તાપણું છે. - આ રીતે જીવદ્રવ્યને વિષે સકળ આત્મપ્રદેશની એકાકારવૃત્તિ
વીતરાગતાપૂર્વક પ્રેમ કરવાનો છે અને પ્રેમપૂર્વક વીતરાગતા રાખવાની છે. વીતરણતા વિહોણો પ્રેમ રાગ છે અને પ્રેમ વિનાની વીતરાગતા દેષ છે.