________________
1262
હૃદય નયન નિહાળે જગધણી
૪) સપ્રદેશી - a) ધર્માસ્તિકાય 5) અધર્માસ્તિકાય 'C) પ્રત્યેકજીવના તથા લોકકાશના એકસરખા અસંખ્ય પ્રદેશો છે. d) પણ આકાશાસ્તિકાય લોકાલોક સ્વરૂપી, અનંતાનંત પ્રદેશવાળો છે. eઈ કાળ દ્રવ્ય એક સમયરૂપ હોઈ તેને પ્રદેશો નથી તેથી કાળની આસ્તિકામાં ગણત્રી નથી થતી વળી ) પુદ્ગલ પરમાણુ જો કે પરમાણુ સ્વરૂપે એકપ્રદેશ છે.
જ્યારે અનેક પુદ્ગલ પરમાણુ દ્રવ્યોના વિવિધ સ્કંધોમાં સંખ્યાત, અસંખ્યાત કે અનંતા પ્રદેશો હોય છે.
તેમજ વળી તૈક્ષયિક પરિણામતા વડે પરમાણુમાં પણ પડ્યૂણહાનીવૃદ્ધિરૂપ વિવિધ પરિણામીપણું હોવાથી, તે અપેક્ષાએ પરમાણુને પણ ઉપચારે સપ્રદેશીપણું શાસ્ત્રમાં જણાવ્યું છે. .
૫) એક - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે દ્રવ્યો અખંડ-એક-એક છે. જ્યારે જીવો અનંતા છે અને પુદ્ગલો તેનાથી અનંતાનંત છે અને કાળ, જીવ અને અજીવ બને દ્રવ્યોની વર્તનારૂપ હોઈ તેથી પણ અનંતો છે. જ્યારે જીવદ્રવ્યોના ગુણો અને તેના સૈકાલિક પર્યાયો તેથી પણ અનંતગુણ જાણવા.
૬) ક્ષેત્ર :- છ એ દ્રવ્યોમાં માત્ર આકાશાસ્તિકાય દ્રવ્ય તે ક્ષેત્રદ્રવ્ય છે અને બાકીના પાંચે દ્રવ્યો ક્ષેત્રી છે. આ રીતે પાંચે દ્રવ્યો આધેય છે. આથી પાચે દ્રવ્યો એક જ આકાશ રૂપ આધાર-દ્રવ્યમાં આધાર-આધેય ભાવે અબાધિત ભાવે રહેલા છે. આનું કારણ, પાંચે દ્રવ્યોમાં રહેલો અગુરુલઘુ સ્વભાવ જાણવો.
૭) ક્રિયત્વ - છએ દ્રવ્યોમાં માત્ર સંસારી જીવ અને પુદ્ગલ એ
પૂર્ણતા, સ્થિરતા અને નિત્યતા પ્રત્યેક જીવ ઈચ્છે છે.