________________
પરિશિષ્ટ
9 1261
ગણિતાનુયોગ : જીવાજીવ પદાર્થોની તેમજ તેના ગુણધર્મોની આત્મસાધનામાં સાધક-બાધકરૂપે ગણના કરવી છે. જેમાં સંસારી તથા સિદ્ધના જીવો તેમજ અજીવના પ્રમાણ-ઉuantum ની વિચારણા છે.
- દ્રવ્યાનુયોગઃ જીવાવરૂપ છે એ દ્રવ્યોના શુદ્ધાશુદ્ધ પરિણમનોનું ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વરૂપે યથાર્થ અવિરૂદ્ધ જે જ્ઞાન કહ્યું છે તે. જેમાં પદ્રવ્યોની વિચારણાથી સ્વરૂપવિચારણા છે.
આ ચારે પ્રકારના અનુયોગથી આત્મા-આત્મદર્શિતા પ્રાપ્ત કરે છે, તેમાં દ્રવ્યાનુયોગનું જ્ઞાન, જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ તેમજ શુદ્ધિમાં વિશેષ ઉપકારક છે અને સમ્યગ્દર્શનની શુદ્ધિ, તે ચારિત્રશુદ્ધિનું કારણ છે.
૩) મૂર્ત - છ એ દ્રવ્યોમાં નિશ્ચયદ્રષ્ટિએ માત્ર પુદ્ગલદ્રવ્યો જ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત હોવાથી રૂપી છે. જ્યારે બાકીના પાંચે દ્રિવ્યો તેથી વિપરીત એટલે વર્ણાદિ રહિત હોવાથી અરૂપી છે. પરંતુ
વ્યવહાર દ્રષ્ટિએ પુદ્ગલ સંયોગ-જીવને વિશે રૂપીપણું છે. અર્થાત્ સંસારીજીવ રૂપારૂપી છે. તે પ્રમાણે વ્યવહારથી પરમાણુ વિગેરે અત્યંત સૂક્ષ્મ પુદ્ગલ દ્રવ્યોને અરૂપી પણ કહેવાય છે. જે દેખાય તે મૂર્ત અને ન દેખાય તે અમૂર્ત એ વ્યાખ્યા સાચી નથી. કારણકે તેના અનુસાર ચાની સાકર પણ દેખાતી નથી તો તે પણ અરૂપી=અમૂર્ત બની જશે. તે ઈષ્ટ નથી. જે પરિભ્રમણશીલ અને પરિવર્તનશીલ છે તે મૂર્ત-રૂપી છે અને જેમાં પરિભ્રમણતા કે પરિવર્તનતા નથી પણ સ્થિરતા અને નિત્યતા છે તે અરૂપી છે. - નિત્ય ૫ રજ પીજેનું એક જ રૂપ છે તે અરૂપી છે અને જેનું રૂપમાંથી રૂપાંતર થાય છે તે રૂપી છે.
જ્ઞાન ગુણ છે, જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન આનંદ છે.