________________
1258
હૃદય નયન નિહાળે જગધણી
यतो वाचो निवर्तन्ते, न यत्र मनसो गतिः । शुद्धानुभवसंवेद्यं, तद्रुपं परमात्मनः ।।
આમ છતાં કથંચિત્ વક્તવ્ય ભાવે જણાવેલ છે કે,
शब्दोपरं तद्रुपं, बोधकृन्नयपद्धतिः । निर्विकल्पं तु तद्रूपं, गम्यं नानुभवं विना ॥
આથી સિદ્ધ પરમાત્માના દ્રવ્ય-ગુણ, પર્યાય સ્વરૂપને જણાવતાં શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે,
अविद्याजनितैः सर्वेः विकारैरनुपद्रुतः ।
व्यक्त्या शिवपदस्थोऽसौ शक्त्या जयति सर्वगः ।।
'
સત્તા શુદ્ધ અરૂપી તેરી નહિ જગકો વહાર, - કયા કહિયે કુછ કહ્યુ ન જાયે, તું પ્રભુ અલખ અપાર.
અનાદિ સંસારી આત્મા પોતે પૂર્વે બાંધેલા અષ્ટવિધ દ્રવ્ય-કર્મોના ઉદયાનુસારે, ચારેગતિમાં પ્રાપ્ત શુભાશુભ સંયોગ-વિયોગ રૂપ નોકર્મના નિમિત્તે રાગ-દ્વેષાદિરૂપ ભાવકર્મ કરવા વડે, નવિન અનંતા-અનંત કર્મોનો સમયે સમયે બંધ કરે છે. આ કર્મબંધની પરંપરામાંથી આત્માએઆત્માને છોડાવવા માટે, પ્રથમ તો સમ્યગ્દર્શન વડે, દ્રવ્ય કર્મના ઉદયે પ્રાપ્ત, નોકર્મથી-એટલે દેહ, ધન, સ્ત્રી, પુત્ર-પુત્રાદિકના મમત્વરૂપ પરિગ્રહથી આત્માને, દ્રવ્યથી તેમજ ભાવથી અળગો કરવો જોઈએ, પરના ગ્રહણ રૂપ પરિગ્રહથી છોડાવવો જોઈએ. આ રીતે નોકર્મથી અળગો થયેલો આત્મા અનુક્રમે રાગ-દ્વેષનો સંપૂર્ણ ક્ષય કરીને, સંપૂર્ણ વીતરાગતા વડે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને, અંતે અયોગી થઈને સર્વદ્રવ્યકર્મો (કાર્મણ
દૃશ્ય પ્રત્યેની દૃષ્ટિ ધ્યાનમાં જવાથી ખસી જશે.
એટલું જ નહિ દૃશ્ય પદાર્થ પ્રત્યેનો રાગ પણ પરિણામે ખસી જશે.