________________
પરિશિષ્ટ 1257
નિવૃત્તિ વડે તેના ફળ સ્વરૂપ સુખ-દુઃખનો પરિણામ હોય છે. આ પરિણામ, જીવમાત્રને ઇષ્ટાનિષ્ટ પદાર્થના સંયોગ-વિયોગથી ઉત્પન્ન થાય છે. કર્મફળચેતના માટે જીવની સમસ્ત પ્રવૃત્તિ અને તે થકી પ્રાપ્ત થતા સંયોગ-વિયોગને જાણવા જરૂરી છે. પૂર્વે કર્મ-ચેતનામાં સમસ્ત કર્મ પરિણામનું કિંચિત્ સ્વરૂપ જણાવેલ છે. શાસ્ત્રોમાં તેને ઔયિક ભાવનું સ્વરૂપ કહેલ છે. તે ઉપરાંત જે જે જીવને જે જે સ્વરૂપે ઓપશમિક, ક્ષાયિક અને ક્ષાયોપશમિક ભાવનું આત્મપરિણમન હોય છે, તે થકી પણ તે આત્માને શુદ્ધ ભાવે કર્મફળ ચેતનાનું આસ્વાદન હોય છે કેમકે પ્રત્યેક આત્મપરિણમન રૂપ ક્રિયાનું આસ્વાદન દરેક આત્માને અવશ્ય હોય છે. તેથી જ શુદ્ધ સાધ્ય-સાધન દાવમાં, આત્મિકશુદ્ધિના અનુભવમાં સાધકને પ્રીતિ, પ્રતીતિ અને રૂચિ પ્રગટાવવા કહ્યું છે. તમેવ સમ્બં નિઃસં॰ નં બિળેર્દિ વેડ્સ અહીં પ્રીતિ છે. કારણકે જીવને જિનેશ્વરોએ કહેલું છે તે જ સત્ય અને નિઃશંક લાગે છે.
સે અકે, પુત્તે પરમકે, સેલ્સે અળકે અહીં પહેલાં બે Step માં પ્રીતિ છે. તે સિવાય બધું અનર્થકારી લાગે છે તે પ્રતીતિ છે.
અને પછી તે શુદ્ધાત્મસ્વરૂપ મેળવવાનું મન થાય છે તે રૂચિ છે. નિર્વિકલ્પ-ધ્યેય અનુભવે, અનુભવ-અનુભવની પ્રીત રે, ઓર ન કબહુ લખી શકે, આનંદઘન પ્રીત પ્રતીત રે.
જો કે કેવળ સંપૂર્ણશુદ્ધ ક્ષાયિકભાવના સિદ્ધપરમાત્માના અનંતઅક્ષય સ્વરૂપને સર્વે કેવળી ભગવંતો જાણે તો છે જ તથાપિ તેઓ પણ સંપૂર્ણ સ્વરૂપે તેને શબ્દથી યથાર્થ જણાવી શકતા નથી. આ માટે કહ્યું છે કે,
વિશ્વ સાથે ત્યાગ-વિરાગ કેળવો અને અંતર સાથે જ્ઞાન ધ્યાન કેળવો.