________________
1256
હૃદય નયન નિહાળે જગધણી
ઉદયે જીવ આઠે કર્મો બાંધે છે. આથી આત્માર્થી આત્માઓને અપ્રમતતા તેમજ સમ્યગ્ જ્ઞાનોપયોગ રૂપ જ્ઞાનક્રિયાનું મહત્ત્વ આપોઆપ સમજાય છે.
૪ અનંતાનુબંધી કષાયો
૪ અપ્રત્યાખ્યાનીય કષાયો
૪ પ્રત્યાખ્યાનીય કષાયો
૧ મિથ્યાત્વ (દર્શન) મોહનીય
આ ૧૩ પ્રકૃતિઓ બંધમાં પણ સર્વઘાતી છે અને ઉદયમાં પણ સર્વઘાતી છે એટલે તીવ્ર રસોદય સહિત-ઉદય હોતે છતે, તેનો ક્ષયોપશમ હોતો નથી.
૪ સંજ્વલન કષાયો
૯ નોકષાય-(હાસ્યાદિ ૬ વેદ ૩)
આ ૧૩ પ્રકૃતિઓનો બંધ સર્વઘાતી છે. તથાપિ દેશઘાતી રૂપે જ ઉદયમાં આવતી હોવાથી તેનો રસોદય ક્ષયોપશમનો વિરોધી નથી. આથી ઉદય વખતે તેનો ક્ષયોપશમ થઇ શકે છે.
ઉપરની હકીકતથી સમજાશે કે સર્વઘાતી મોહનીય કર્મમાં મંદ રસોદય વખતે, આત્મા - જ્ઞાનાવરણીયના વિશિષ્ટ ક્ષયોપશમ દ્વારા, મોહનીય કર્મોનો ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમ કરી શકે છે. આથી જ જ્ઞાનચેતનામાં જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયોપશમની મહત્તા સર્વ આપ્ત પુરુષોએ દર્શાવેલી છે અને સ્વીકારેલી છે.
c) કર્મફળચેતના :– જીવને સુખ કે દુઃખનો પરિણામ તે કર્મફળચેતના સમજવી. સમસ્ત સંસારી જીવોને પોત-પોતાની, શુભાશુભ પ્રવૃત્તિ
સમતા એ મોહનીય ઉપર વિજય છે.