________________
પરિશિષ્ટ - 1259
શરીર)થી મુક્ત થઈ મોક્ષ પદને પ્રાપ્ત કરે છે.
ઉપર જણાવેલ કર્મક્ષયના અનુક્રમ માટે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, पुट्विं रागाइयाविभावा, सव्वओ विभज्जिज्जा, पच्छा दव्वा कम्मा, सव्वविभिन्नो निओ अप्पा ।। તેમજ વળી કર્મબંધ માટે પણ કહ્યું છે કે, परंसंगेण बंधो, मोक्खो परभाव चायणे होई। सव्वदोषाण मूलं परभावाणुभवपरिणामो॥
સંસારી આત્માને કર્મોદયાનુસારે અનિચ્છાએ પણ આ સંસારમાં ચોરાશી લાખ જીવાયોનિમાં જન્મ-મરણના દુઃખો ભોગવવાં જ પડે છે. અનંત કાળથી ભોગવવી પડતી અનંતા દુઃખોની આ ભવ-પરંપરામાંથી મુક્ત થવા પૂર્વે અનેક આત્માર્થી-આત્માઓએ સર્વજ્ઞ અને સર્વદર્શી કેવળી * ભગવંતોએ, ઉપર જણાવ્યાં મુજબના ઉપાયમાં શ્રદ્ધા, પ્રતીતિ અને રૂચિ કરીને, વિધિ માર્ગને અનુસરીને, જન્મ-મરણ રહિત મોક્ષપદની પ્રાપ્તિ કરી છે. આ સ્વરૂપને ગીતાર્થ ગુરૂભગવંતની નિશ્રામાં શાસ્ત્રાધારે કથાનુયોગથી યથાર્થ જાણીને અનુક્રમે ગુણસ્થાનકક્રમારોહણ વડે, આત્માને પૂર્ણ શુદ્ધ કરવા પ્રથમ-જ્ઞાનાદિ અનંતચતુષ્પગુણની અક્ષય સ્વાધીનતાનો, સ્વામી બનાવવો જોઈએ જેથી અંતે ભવ પરંપરાના હેતુભુત કાર્પણ શરીરનું બંધને સર્વથા તૂટતાં, સર્વ દુઃખોનો અંત પ્રાપ્ત થાય એ માટે કહ્યું છે કે,
दग्धे बीजे, यथात्यन्तं, प्रादुर्भवति नाङ्करः कर्मबीजे तथा दग्धे, न रोहति भवाङ्कुरः ।। સંસારી આત્માને શુભાશુભ દેહ-ધન-સ્ત્રી-પુત્રાદિના સંયોગ
હું એક” પણ અનેક રૂપ થયો છું. અંદરમાં મારી વૃત્તિઓ વડે અને બહારમાં દશ્યો વડે.