________________
પરિશિષ્ટ, 1253
. આથી સ્પષ્ટ સમજવું કે આત્માની આત્મજ્ઞાનમાં રમણતા અને સ્થિરતા તે ચારિત્ર ગુણ છે. કેવળી પરમાત્માઓ અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે છે ત્યારે, છેલ્લા તેરમા ગુણસ્થાનકે અને સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિરૂપ સહજ ધ્યાન ક્રિયા વડે, ઉપર જણાવેલ બન્ને પ્રકારના ઔદારિક યોગરહિત થઈને ચૌદમે ગુણસ્થાનકે આવે છે. ત્યાં મેરૂની જેમ નિષ્પકંપ અયોગી બનેલા પરમાત્માઓ, યોગવ્યાપારરહિત હોવાથી કાર્પણ વર્ગણાઓનું ગ્રહણ કરતા નથી, તેથી તે વખતે ચૌદમે ગુણસ્થાનકે તેમને કોઈ જ કર્મબંધન હોતું નથી. ૧, ૩, ૩, ૪, – આ પાંચ હસ્વ સ્વરાક્ષર ઉચ્ચારમાત્ર કાળી ચૌદમે ગુણસ્થાનકે તેઓ વ્યછિન્નક્રિયાનિવૃત્તિરૂપ શુક્લધ્યાનના ચોથા પાયાની ક્રિયા થકી, બાકી રહેલા ચારે અઘાતિ કર્મોનો, સર્વથા ક્ષય કરી પોતાના આત્માને કાશ્મણ શરીરથી સર્વથા મુક્ત કરી, એકજ સમયની શીધ્ર ગતિએ, તેઓ સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે. અહીં કરે છે એવો શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે. પરંતુ વાસ્તવિકતાએ - આખીય પ્રક્રિયા સહજપણે સહજયોગે થતી હોય છે. સિદ્ધાવસ્થામાં પરમાત્મા પોતાના અક્ષય-અનંત-શાશ્વત-પૂર્ણ-શુદ્ધ સ્વરૂપના અનંત સુખને, અવ્યાબાધપણે સાદિ-અનંતમે ભાગે ભોગવે છે.
કર્મપ્રકૃતિ - વળી કર્મોની બંધમાં ૧૨૦ પ્રકૃતિ ઉદયમાં ૧૨૨ (સમ્યત્વ, મિશ્ર મોહનીય ઉમેરતાં) સત્તામાં ૧૫૮ પ્રકૃતિ જાણવી
ઉપર મુજબ બંધાતી કુલ ૧૨૦ પ્રકૃતિઓમાં ૪૫ ઘાતી અને ૭૫ અઘાતી છે. ૪૫ ઘાતીમાંની ૨૫ પ્રકૃતિ દેશઘાતિ હોય છે અને ૨૦ સર્વઘાતિ હોય છે, જેની વિગત નીચે મુજબ છે.
સુખ દુખ એ આનંદની વિકૃતિ છે જ્યારે આનંદ એ આત્માનો ગુણ છે.