________________
876
હૃદય નયન નિહાળે જગધણી
અને દેહની તુષ્ટિમાં પંચમહાભૂતનો જ ફાળો છે. આપણે ભોજનમાં જે ધાન્ય-વનસ્પતિ વગેરેનો ઉપયોગ કરીએ છીએ તે ધાન્ય-વનસ્પતિ આકાશની પાસેથી અવગાહના એટલે જગ્યા લે છે. મેઘરાજા પાસેથી જલતત્ત્વ લે છે. સૂર્યમાંથી અગ્નિ તત્ત્વ લે છે વાતાવરણમાંથી વાયુ તત્ત્વ લે છે અને પછી ધાન્યસ્વરૂપે, ફળફળાદિ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આ જે ધાન્ય-ફળફળાદિમાંથી જે ખાદ્ય વ્યંજન-વાનગી, જેના વડે બનાવાય છે તે પણ પાછા પંચભૂતમાંથી જ બનેલા હોય છે. પૃથ્વી તત્ત્વ ધાતુરૂપે પિત્તળ વિગેરેના વાસણમાં, જલ અને તેલના માધ્યમે, અગ્નિ-ચૂલા ઉપર, વાયુની મદદથી, અગ્નિને પ્રજ્વલિત કરવા દ્વારા ભજનમાં જે વચ્ચેનો ખાલી ભાગ કે જે આકાશ છે તેમાં પકાવાય છે અને ભોજન સ્વરૂપે તૈયાર થાય છે. તે ખોરાક રૂપે લેવાયેલ ભોજન પાછુ પંચ ભૂતરૂપે જ પરિણમે છે. શરીરમાં રસ અને રક્ત રૂપે પરિણમે છે તે જલતત્ત્વ છે. અસ્થિરૂપે પરિણમે છે તે પૃથ્વી તત્ત્વ છે, ઉષ્મા-ઉર્જારૂપે પરિણમે છે તેમજ આંખમાં તેજરૂપે-પેટમાં જઠરાગ્નિરૂપે પરિણમે છે તે અગ્નિતત્ત્વ છે. ઉર્ધ્વવાયુ-અધોવાયુ, સમાનવાયુ, વ્યાનવાયુ આદિરૂપે પરિણમે છે, તે વાયુતત્ત્વ છે અને આ પરિણમનને માટે અવકાશ-ખાલી જગ્યા-આકાશ જોઇએ છે તે પણ શરીરમાં હોય છે જ.
પૃથ્વી તત્ત્વ જ જઠરમાં જલરૂપે પરિણમીને પછી તે જલ હૃદયમાં અગ્નિરૂપ બની આગળ તે વિશુદ્ધ ચક્રમાં વાયુ રૂપ થઇ શબ્દ બને છે અને પછી આજ્ઞાચક્ર અને બ્રહ્મરંધ્રમાં આકાશરૂપે વ્યાપક થાય છે.
મૂળમાં શરીર પંચ મહાભૂતમાંથી બનેલુ હોય છે. જીવ અન્ય સ્થાનમાંથી મૃત્યુ પામી માતાની યોનિરૂપ ઉત્પત્તિ સ્થાનમાં આવે છે ત્યાં પિતાના શુક્રાણુ-વીર્ય અને માતાનું શોણિત બે ભેગું મળેલું હોય છે, તેને
પોતાના સર્વ સુખ સુગવડનો ત્યાગ કરી બીજાં જીવોને સુખી કરવા, પોતાને કોઈ દુઃખ પહોંચાડે તો તે પણ સહન કરવું, તે સાધુતા છે.