________________
શ્રી નમિનાથજી , 875
૨) પાણી ૩) અગ્નિ ૪) વાયુ અને ૫) આકાશ છે તેને જ માને છે અને આ દેખાતું સમગ્ર જગત એ પંચભૂતનો વિકાર છે એમ કહે છે. - પેટ-કુખ, એ તળિયા વગરની કોઠી છે. એમાં ગમે તેટલું નાંખો તો પણ પાછુ ખાલીને ખાલી. અથવા તો પેટનો-જઠરનો જઠરાગ્નિ એવો તો ભસ્માસુર રાક્ષસ છે કે એને ગમે એટલી આહુતિઓ આપવામાં આવે તો તે બધીય સ્વાહા-ભસ્મીભૂત થઈ જાય છે. એ આગ એવી છે કે જે કદીય ઠરતી નથી, બુઝાતી નથી.
આયુર્વેદમાં અનેક રોગોમાંનો એક રોગ ભસ્મક છે કે જેમાં તે ગમે તેટલું ખાય તો પણ પાછો તે ભૂખ્યોને ભૂખ્યો, તેના જેવું આ પેટ છે. કુરગડુ મુનિને આવો ભસ્મક રોગ હતો. જ્ઞાની કહે છે કે અનંતા મેરૂના ઢગલા થાય તેટલું આ જીવે આજ સુધી ખાધું છે છતાં પણ ધરાયો નથી.
આવું જે માનવીનું પેટ છે તે અભાવ સૂચક છે. અર્થાત્ નાસ્તિ સૂચક છે અને ચાર્વાકમત એ નાસ્તિકવાદ હોવાથી એને પેટમાં-કુખમાં સ્થાન આપ્યું હોય એવી સંભાવના થઈ શકે છે. યોગીરાજ પોતે યોગસિદ્ધ મહાપુરુષ હતા તેથી તેમના જ્ઞાનમાં કેવા યોગના ચમકારા ચમકે છે તે વિચારી શકાય છે. યોગ ચમત્કાર એ કોઈની મોનોપોલી નથી. જે કોઈપણ સાધના દ્વારા શુદ્ધિને વરે તે એ પામી શકે છે.
વળી આ નાસ્તિક મત પંચમહાભૂતને માને છે. પેટમાં જે કાંઈ ભોજન પધરાવવામાં આવે છે, તે પંચમહાભૂતમાંથી બનેલું હોય છે અને પંચમહાભૂત વડે બનાવાયેલું હોય છે અને પેટમાં ગયા બાદ તે પંચમહાભૂત રૂપે જ પરિણમે છે.
દેહનિર્માણ, દેહવિસર્જન અને વચ્ચે દેહની વૃદ્ધિ-દેહની પુષ્ટિ
બોધિનીજ એ પચ્યાત્મ તત્ત્વનું બીજ છે અને સમાધિ તેની સાધના છે.