________________
1238
હૃદય નયન નિહાળે જગધણી
તૂલ્ય આત્મતત્ત્વનો સ્વીકાર છે પછી તે સંસારી આત્મા હોય કે પરમાત્મા હોય તે વાત જુદી. સંગ્રહનયથી જાતિસામ્યતાનો સ્વીકાર છે. જ્યારે વ્યવહાર નયે આત્મતત્ત્વનો સ્થૂલદષ્ટિથી સ્વીકાર છે તેમજ સત્કાર્યની રૂચિ એ પુણ્યબંધ દ્વારા સદ્ગતિનો માર્ગ છે પણ અહિંયા સુધી અધ્યાત્મ નથી કારણકે આત્મતત્ત્વની સાચી ઓળખ નથી.
અધ્યાત્મની શરૂઆત ઋજુસૂત્રનયથી છે. તેમાં પણ સૂક્ષ્મ ઋજુસૂત્રનયની માન્યતાથી છે, નહિ કે સ્થૂલ ઋજુસૂત્રની માન્યતાએ. · સ્થૂલ ઋજુસૂત્ર નયે આત્મતત્ત્વની તાત્ત્વિક ઓળખમાં ભજના છે એટલે જો એ સૂક્ષ્મ ઋજુસૂત્ર સુધી પહોંચે તો આત્મતત્ત્વ ની ઓળખ કરી શકે છે, નહિ તો ત્યાં માત્ર શાબ્દિક ઓળખ છે પણ શબ્દોનું એના યથાર્થ પરિપ્રેક્ષ્યમાં મૂલવવાપણું નથી.
શબ્દનયથી અધ્યાત્મ વેગ પકડે છે અને પ્લેન ગતિએ અધ્યાત્મમાં આગળ વધે છે. શરીર હોવા છતાં જાણે સાવ હલકુફુલ લાગે અથવા તો શરીર જાણે છે જ નહિ એવો ભાસ થાય તે શબ્દનય સંમત આધ્યાત્મિક વિકાસ છે. સમભિરૂઢ નયથી અધ્યાત્મમાં રોકેટ ગતિ છે. ત્યાં કર્મરૂપી ઈંધનને બાળી નાંખવા દાવાનળ તુલ્ય વિશુદ્ધિ વર્તે છે. આ નયમાં વર્તતા જીવનો ઉપયોગ એટલો વ્યાપક અને એટલો ઊંડાણમાં ગયેલો હોય છે કે અનાદિકાળથી પેંધી ગયેલા કર્મો અને અજ્ઞાનને ત્યાંથી હવે ઉચાળા ભરવા પડે છે. જેમ કોઈક ગુંડાને પકડવા C.B... ના માણસો પાછળ પડ્યા હોય અને મહામહેનતે પકડાય ત્યારે તેને જે રીતે ઢોર માર મારીને તેના હાડકા પાંસળાના કરચ કરચ કરી નાંખી તેનું સર્વ સામર્થ્ય ખતમ કરી નાંખે તેમ અહિંયા કર્મને ખતમ કરવા ખેલાતો અંતિમ જંગ હોય છે. જેના ફળ સ્વરૂપે એવંભૂતનય સંમત પરમાત્મ તત્ત્વને (૧૩મું ૧૪મું
પાપબંધ ન કરવો તે પાપ ઉપર વિજય કર્યો કહેવાય. જ્યારે પાપના ઉદયમાં દુઃખ નહિ વેદતાં સમભાવ-આત્મભાવમાં રહેવાય તો પાપ ઉપર વિજય મેળવ્યો કહેવાય.