________________
| પરિશિષ્ટ 1239
પરિશિષ્ટ
1239
ગુણસ્થાનક) પામી સ્વરૂપના મહેલમાં નિશ્ચિત થઈ મહાલે છે. આ છે જીવની નિગોદથી માંડીને નિર્વાણ સુધી ની યાત્રા, જેમાં નૈગમ અને સંગ્રહનયમાં ચિંતન તથા સંકલ્પ છે, વ્યવહારનયમાં માત્ર ક્રિયા છે, ઋજુસૂત્રનયમાં નિશ્ચયના લક્ષ્ય વર્તના છે, શબ્દનયમાં દઢતા ને સચોટતા છે, સમભિરૂઢમાં યથાર્થ સ્પર્શના છે અને એવંભૂતમયમાં નગમનયથી કરાયેલા સંકલ્પની સિદ્ધિ છે.
ઉપસંહાર : આ વિષય ઉપર પ્રાપ્ત શક્તિ-ક્ષયોપશમ મુજબ વિચારણા કરી આત્મતત્ત્વને ખુલ્લુ કર્યું છે તે યથાર્થ જ છે તેવો દાવો નથી. એકાંત નથી. તેથી મુમુક્ષુ જીવોએ તેની ઉપર માધ્યસ્થષ્ટિથી વિચારણા કરી સારું લાગે તો સ્વીકાર કરવો.
- અધ્યાત્મનો માર્ગ ઘણો ગહન છે માટે તેમાં ગમે તેવા ઊંચા વિકલ્પો સ્પર્શે તો પણ આ જ અંતિમ નિષ્કર્ષ છે અને આનાથી આગળ વધારે બીજું કાંઈ નથી એવા આગ્રહ અને એકાંતમાં ન પડતા, આના સિવાય બીજા પણ સારા ઊંચા વિકલ્પો હોઈ શકે છે, તેનો સરળ ભાવે સ્વીકાર કરવો એ સાચા અર્થમાં ઋજુસૂત્રતા છે. તેથી જ ઋજુસૂત્રનય સંમત માન્યતાએ અધ્યાત્મની શરૂઆત જૈનદર્શન બતાવે છે. - પોતપોતાની માન્યતામાં સત્યનો આગ્રહ રાખવો એ દૃષ્ટિનો દોષ છે. તે હોય ત્યારે અધ્યાત્મનું ઉચ્ચારણ હોય છે પણ ઉચ્ચરણ એટલે કે ઉર્વીકરણ હોતું નથી. દૃષ્ટિના દોષથી ઉચ્ચારણમાં જ ઉચ્ચરણ માની લેવાની ભૂલ થઈ જાય છે.
- વ્યવહાર એટલે પૂર્વભવની ગુનેગારી છે અને તેનો સમભાવે નિકાલ કરવો, એ જીવમાત્રનું કર્તવ્ય છે. માટે તે આચરણીય છે,
ઘર્મી પાપી ન હોય. ઘર્મી દુઃખી ન હોય.