________________
પરિશિષ્ટ 1237
જીવ અર્થાત્ ૮ થી ૧૨ ગુણસ્થાનકમાં વર્તતા જીવોનો આત્મવિકાસ સમભિરૂઢનય માન્યતા અનુસારનો છે. અહિંયા વર્તતો જીવ સુપરસોનીક જેટવિમાનની ગતિએ પોતાના સિદ્ધિના શિખરો સર કરી રહ્યો છે. અહિંયા વર્તતા જીવને સાધ્ય નજીક નજીક આવી રહ્યું છે. આ ભૂમિકાએ સાધનામાં ઘનીભૂતતા છે અને કાળની પરિમિતતા છે. અહિંયા એકમાં જ અભિરૂઢ થયો થકો અત્યંત લીનતા પામે છે.
એવંભૂત નય - આ નય પૂર્વના નય કરતાં પણ સૂક્ષ્મ છે એટલે કે સૂક્ષ્મતમ છે. અહિંયા વર્તતો જીવ આત્મા શબ્દનું યથાર્થ અર્થઘટન કરી તેમાં અવસ્થાન પામતો હોય છે. આત્મા શબ્દ વાસ્તવમાં તો પરમાત્મામાં જ ઘટી શકે. તેથી એવંભૂત નય ૧૩ મે ૧૪ મે ગુણસ્થાનકે કેવલી બનેલા આત્માને જ પરમાત્મા માનતો હોય છે. અહિંયા હવે ગતિ નથી હોતી, સ્થિતિ હોય છે. પ્રવાસ નથી હોતો, મુકામ હોય છે. આત્મવિકાસની આ અંતિમ અવસ્થા છે. ચરમ સીમા છે. આત્મા શબ્દનો ઔદંપર્યાય અહિંયા પમાય છે. નિગોદ એ આત્માની-ચેતનાની નિષ્કૃષ્ટ અવસ્થા છે. જેમાં અક્ષરનો અનંતમો ભાગ ઉઘાડો હોય છે. જ્યારે ૧૩-૧૪ મે ગુણ સ્થાનકે અનંતજ્ઞાન અને અનંત આનંદ ખુલ્લુ થયું હોય છે. એ આત્માનીચેતનાની ઉત્કૃષ્ટ અવસ્થા છે. દ્રવ્ય અને પર્યાયનું અભેદભાવે મિલન એ પરમાત્મ અવસ્થા છે. તેમાં પણ ૧૩ મે ગુણ સ્થાનકે યોગ પ્રવર્તન હોવાને કારણે યોગકંપને છે. જ્યારે ૧૪મે ગુણ સ્થાનકે યોગ નિરોધ હોવાથી શૈલેશીકરણ છે. યોગ શૈર્ય છે. જ્યારે સિદ્ધાવસ્થામાં તો પ્રદેશ સ્થિરત્વ છે અને પર્યાય સશિતા છે. નૈગમન સંકલ્પ છે તો એવંભૂતનય સંકલ્પસિદ્ધિ છે. સ્યાદ્વાર દર્શનમાં ગમ નયે આત્માના અસ્તિત્વનો એની નિકૃષ્ટ અવસ્થામાં પણ સ્વીકાર છે. સંગ્રહાયે જીવમાત્રમાં પોતાના
લૉષણાએ કરીને આપણે ઊંચું નામકર્મ ઇચ્છીએ છીએ, જ્યારે વીશ સાગરોપમથી અધિક કાળના કર્મ,
આત્મપ્રદેશે રહી શકતા નથી, તો પછી અનંતકાળ સુધી નામ ક્યાંથી રહેશે ?