________________
1236 હૃદય નયન નિહાળે જગધણી
કરવાનું છે અને રાગમય સંસાર તરફ પીઠ કરતા જવાનું છે. અથવા તો એમ કહી શકાય કે એક માર્ગ, દાદરના એક એક પગથિયાની સ્પર્શના કરીને ઉપર પહોંચવાનો માર્ગ છે; તો બીજો માર્ગ લીફ્ટ/એલિવેટરમાં બેસી જઈ સડસડાટ ઉપર પહોંચવાનો માર્ગ છે. એકમાં પર્યાયને નિર્મળ કરતાં કરતાં ઉપર પહોંચવાપણું છે તો બીજામાં પલટાતી પર્યાયને પર-વિનાશી લેખી ધ્રુવ એવા દ્રવ્યને સ્વ-અવિનાશીને પકડીને સીધા જ દ્રવ્યથી અભેદ થવાપણું છે. રાગમય સંસાર તરફ પીઠ કરતા જવાનું છે. આ વિષયમાં કવિરાજ નવનીતના ઉદ્ગારો ઃ
કેસરિયા વીરના યા હોમ, ફત્તેહ વિના ઝંપે નહિ,
રણયોદ્ધાના ઉદ્ગારો કે, પરસત્તામાં અમે નહિ, ગ્રંથિબીજને કહી દીધું, તમે નહિં કે અમે નહિં,
આતમજ્ઞાન સરળ સીધું સહજ થયે છકે નહિ, હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું પ્રયોગ ચોખ્ખો હોજો રે ! માનવકાયા સિદ્ધ મંદિર છે આત્મા અંદર નોખો રે !
સમભિરૂઢ નય :- આ નય વ્યુત્પત્તિ ભેદે, ભેદ માનતો હોવાથી પૂર્વના નય કરતાં સૂક્ષ્મ છે અથવા તો શબ્દ નય સૂક્ષ્મ છે તો સમભિરૂઢ નય સૂક્ષ્મતર છે. આ નવે પુણ્યાત્મા, પાપાત્મા, જીવાત્મા, શુદ્ધાત્મા, વિશુદ્ધાત્મા પરમાત્મા એક નથી પણ જુદા જુદા છે. આ નયનું કહેવું એમ છે કે શબ્દ ફરે એટલે અર્થ ફરે. પુણ્યબંધની પ્રધાનતાયે પુણ્યાત્મા, પાપબંધની પ્રધાનતાએ પાપાત્મા, દશપ્રાણોની પ્રધાનતાએ જીવાત્મા, અંતઃકરણની વિશુદ્ધતાએ શુદ્ધાત્મા, શેય-શાતાભાવની યથાર્થ જાગૃતિએ વિશુદ્ધાત્મા તો તેની પરમ જાગૃતિએ વિશુદ્ધ વિશુદ્ધાત્મા ક્ષપકશ્રેણિ આરૂઢ
લોકેષણા (માનમોહનીય)નું ફળ લોક(યૌદરાજલોક) ભ્રમણ છે. લોકોની વાહ વાહ એ આત્માનું સ્વરૂપ નથી.