________________
પરિશિષ્ટ ,
1235
બનતાં જીવને તેમાં ગમો પેદા થઈ જાય છે એટલે ત્યાં ન અણગમો, ન ગમો એવી સ્વરૂપ વીતરાગતા જળવાતી નથી, એ જ ત્યાં અટકવાપણું કહી શકાય અથવા તો મંદગતિ કહેવાય.
જ્યારે વિહંગમ માર્ગ એ પ્લેનનો કે રોકેટનો માર્ગ છે. જેમાં ઉપર ઉડતો ઉડતાં આકાશ-આકાશ અને કેવળ આકાશ જ દેખાય છે. પોતે સ્વયં ચિદાકાશ અને પોતે જ્યાં ઉડી રહ્યો છે તે આકાશ બંને અરૂપી, નિર્લેપ, નિર્મમ છે. પુદ્ગલની દુનિયાનો સ્પર્શ નથી તેથી મૂંઝારો નથી, ચકરાવો નથી, ભમરાવો નથી. માત્ર ગતિ નથી પણ પ્રગતિ છે. અટકવાપણું નથી, વિચારવાપણું નથી અને તેથી પુદ્ગલમાં ભાવમાં વિહરવાપણું પણ નથી. ત્યાં તો કેવળ ઉડવાપણું-ઉઠવાપણું છે; તે પણ ઉપર-ઉપર અને ઉપર જ! આમ પિપલીકા માર્ગ-ટ્રેનનો માર્ગ અને વિહંગમ્ માર્ગ - પ્લેનનો માર્ગએ બંનેનો ભેદ દષ્ટાંતથી પણ સ્પષ્ટ સમજી શકાય છે. પિપીલીકા માર્ગ એ ચાલવાનો-ચઢવાનો માર્ગ છે.જ્યારે વિહંગમ માર્ગ એ ઉંડવાનો માર્ગ છે. પિપીલીકા માર્ગમાં મનોવર્ગણાના પુદ્ગલોની સહાય લઈને તેને નિયત આકાર આપી તેની સહાયથી ચિંતન કરવાનું હોય છે એટલે ત્યાં અંતઃકરણને નિર્મળ કરવા રૂપ સ્પર્શના છે. જ્યારે વિહંગમ માર્ગમાં મનોવર્ગણાના પુદ્ગલોના અવલંબનની મુખ્યતા નથી. લાકડીનો ટેકો નથી. અંતઃકરણને જોવાની પ્રધાનતા છે. એટલે સ્પર્શવાપણું નથી પણ ઉડવાપણું છે. જ્યાં સ્પર્શ છે ત્યાં અસર છે માટે ત્યાં તેટલી કસર છે. જ્યારે ઉડવાપણામાં સ્પર્શ નથી પરંતુ છૂટા પડીને માત્ર જોવાપણું છે. ઉપસર્ગો આવે તો પણ જોવાપણું છે. આત્મામાં સમાઈ જવાપણું છે. એટલે ત્યાં અસર નથી માટે કસર નથી પણ અસર રહિતતા છે અને તે જ વીતરાગતા છે. અધ્યાત્મના માર્ગમાં આ રીતે વીતરાગતા તરફ ઉશ્યન
બાહ્યદષ્ટિ એ બાલદષ્ટિ છે. આંતરદષ્ટિ એ પર્યાપ્ત(અધ્યાત્મ) દષ્ટિ છે. સમદષ્ટિ એ બ્રહ્મદષ્ટિ છે.