________________
1234
હૃદય નયન નિહાળે જગધણી
ફાસ્ટ ટ્રેનનો માર્ગ હોય તે વાત જુદી છે. એથી અંતઃકરણમાં સુધારા સાથે મારાપણું છે, તેથી ત્યાં થોભવાપણું છે, અટકવાપણું છે. જ્યારે વિહંગમ્ માર્ગ એ પ્લેનનો માર્ગ છે, જ્યાં ક્યાંય મારાપણું કરવાનું નથી એટલે
ત્યાં થોભવાપણું નથી પણ ઝડપી વિકાસથી આગળ વધવાપણું છે. પિપલીકા માર્ગમાં રહેલ જીવ-વિવેકી હોય તો એટલે કે પ્રાપ્ત ઔદયિક ભાવ કે ક્ષયોપશમ ભાવમાં મારાપણું ન કરે તો ૪-૫-૬-૭ ગુણસ્થાનકની સ્પર્શના કરી શકે છે, તે જ રીતે વિહંગમ માર્ગમાં પણ જીવ ૪-૫-૬-. ૭ ગુણસ્થાનક સ્પર્શી શકે છે. માત્ર ફેર એટલો જ છે કે પિપાલીકા માર્ગમાં ૪-૫-૬-૭ ગુણસ્થાનકે નીચેના કે મધ્યના અધ્યવસાય સ્થાનોની સ્પર્શના હોય છે જ્યારે વિહંગમ માર્ગમાં ઉપરના અધ્યવસાય સ્થાનોની સ્પર્શના હોય છે. પિપીલીકા માર્ગ સાતિચાર હોઈ શકે છે
જ્યારે વિહંગમ માર્ગમાં તેનો સંભવ જણાતો નથી. પિપીલિકા માર્ગમાં ઉદયનું બળ વધારે છે તે અપેક્ષાએ વિવેકનું બળ અલ્પ છે માટે અટકીઅટકીને, ભવો કરી-કરીને મોક્ષે જાય છે જ્યારે વિહંગમ માર્ગમાં વિવેકનું બળ તીવ્ર છે અને તેની અપેક્ષાએ ઉદયનું બળ અલ્પ છે તેથી સડસડાટ મોક્ષ તરફ પ્રયાણ કરે છે.
પિપીલીકા માર્ગમાં જીવને અટકવાપણું છે. અટકવાપણાનો સંભવ છે કારણકે તે ટ્રેનનો માર્ગ છે. ટ્રેનના માર્ગમાં મુસાફરી કરતા જીવને આજુબાજુ ઝાડ-પાન-વૃક્ષ-ગ્રીનરી-મકાનો, હવેલીઓ-ઝુંપડાઓ બધું જ જોવા મળે છે તેથી તેમાં સારા ખોટાની તુલના ન કરવી હોય તો પણ થઈ જાય છે એટલે ત્યાં મન ઊભું થઈ જાય છે. સારા ખોટાની ટકાવારી માંડે છે, અભિપ્રાય આપે છે. પુદ્ગલની દુનિયાનો ત્યાં સ્પર્શ છે એટલે અટકવાપણાનો સંભવ છે તેમ પિપલીકામાર્ગમાં અંતઃકરણ નિર્મળ
આપણે ઘર્મકિયા (બાહ્ય) કરીએ છીએ પણ ઘર્મની ક્રિયા(અત્યંતર) કરતાં નથી.