________________
1228
હૃદય નયન નિહાળે જગધણી
રહેનારો અને સ્થિર રાખનારો આત્મા-પરમાત્મા મને જડતો નથી. જાતમાં જ જડાયેલો એ જડતો નથી.
હે! યશોવિજયજી જવિજય મારી આનંદઘન-લાભાનંદની વાત કાન દઈ સાંભળો ! સંસારમાં કાળક્રમે કરીને સર્વ અપ્રાપ્તની તો પ્રાપ્તિ થઈ જઈ શકે છે પરંતુ જે પ્રાપ્ત જ છે તે પ્રાપ્તની પ્રાપ્તિ અત્યંત કઠિન છે. એ મળી જાય- એનો ભેટો થઈ જાય તો પછી આ જનમમરણના ફેરા અને ફેરફારી ને ફેરાફેરી બધું ટળી જાય એમ છે. ન માગવાનું રહે કે ન ત્યાગવાનું રહે ! ન મેળવવાનું રહે કે ન મેલવા મૂકવાનું રહે ! પર્યાય સદશતા અને પ્રદેશ સ્થિરત્વની પ્રાપ્તિ થઈ જતાં, પરમસ્થિરત્વને પ્રાપ્ત કરાય એમ છે. માટે જ એ નિત્યની ખોજ છે, જે એક માત્ર કરવા જેવી છે. મારે તમારે બધાંએ !
ન
--
શ્રુતજ્ઞાન મતિપૂર્વક હોય છે અને મતિજ્ઞાન શ્રુતપૂર્વક હોય છે.