________________
પરિશિષ્ટ , 1229
- 1229
નિગોદથી નિવણ સુધીની નય સાપેક્ષ યાત્રી
નય એ વિકલ્પ છે - દૃષ્ટિકોણ છે. વિકલ્પ છે તે વિચાર છે. વિચાર છે ત્યાં વ્યવહાર છે. વ્યવહાર છે ત્યાં અપેક્ષા છે તેથી સાપેક્ષતા છે. નય એ માન્યતાનો વિષય નથી. પણ વસ્તુતત્ત્વનો કોઈ એક દૃષ્ટિકોણથી સાપેક્ષ સ્વીકારનો વિષય છે. . નયની સમજથી સ્વરૂપની સમજ છે. માટે નય એ સાધન છે, જેનાથી સાધના થાય છે. નયમાંથી નયાતીત થવું તે લક્ષ્ય-સાધ્ય છે, જ્યાં પછી વ્યવહાર નથી, તેથી અપેક્ષા નથી એટલે કે નિરપેક્ષતા છે. નિગોદથી નિર્વાણ સુધીની નયાતીત થવાની નયાધારિત સાધના છે તે જીવને સાપેક્ષતામાંથી એટલે કે પરાધીનતામાંથી નિરપેક્ષતા અર્થાત્ સ્વાધીનતામાં લઈ જઈ શિવ બનાવે છે. નય સાપેક્ષ નિગોદથી માંડીને નિર્વાણ સુધીની જીવની યાત્રા, વિચાર કરતાં સંભવિત કાંઈક આવી હોવી જણાય છે.
નૈગમ-સંગ્રહનય :- જીવનું નિગોદમાં હોવું અને સહુ અન્ય
એક ક્ષણ પણ આત્મા સ્વરૂપથી જૂદો પડતો નથી. પરંતુ ભૂલ ત્યાં થાય છે, કે જ્યાં સ્વ૫ પોતાનું નથી ત્યાં, પરમાં-બહારમાં સ્વરૂપ સુખ શોધે છે, જેને ગ્રહણ કહેવાય છે.