________________
શ્રી મહાવીરજી
1225
તૃષ્ણા આત્માની ભાવનાઓનું ખૂન કરે છે અને પછી તેની સ્મશાનયાત્રામાં તૃષ્ણા પાછળ દાંત કાઢતી ચાલે છે પણ હે અનંત આકાશના બાળકો ! તમે તૃષ્ણાના પાંજરામાં ન પૂરાઓ! જીવતાઓ માટે મરેલાઓએ બાંધી રાખેલી તૃષ્ણાની કબરોમાં તમે વસો નહીં ! તમે તમારા ઘરમાં તૃષ્ણાને સંઘરો નહિ કારણકે જે અનંત તમારામાં રહેલું છે તેનો વસવાટ તો આકાશના ભુવનમાં છે. પ્રભાતની ઝાકળ તેનું બારણું છે અર્થાત્ કુદરતના ખોળે જીવાતું જીવન એ તેનો દરવાજો છે અને રાત્રિના ગાન અને મૌન તેની બારીઓ છે અર્થાત્ સાધનામય જીવન તેની બારીઓ છે જેના દ્વારા અલ્પ, અલ્પ પ્રકાશ પ્રવેશી શકે છે. તેના દ્વારા જ તમે તમારી ભીતરમાં પ્રવેશી શકશો અને અનંત આકાશમાં છુપાયેલ તમારા તત્ત્વને તમે પામી શકશો !
અધ્યાત્મમાં લોકમાન્યને વ્યવહાર કહ્યો છે. જે બહુલતાએ બાહ્ય દશ્યસ્વરૂપ અને ક્રિયારૂપ છે. મોક્ષમાન્યને નિશ્ચય ગણ્યો છે જે અનુભૂતિ સ્વરૂપ છે. શુભ ક્રિયા, શુભ ભાવ, શુભ પરિણતિ એ બધો વ્યવહાર છે. શુદ્ધ પરિણતિ, શુદ્ધ સ્વરૂપમાં રમણતા એ નિશ્ચય છે. નિશ્ચય જેમ જેમ વર્ધમાન બને છે, તેમ તેમ વ્યવહાર છૂટતો જાય છે અને અંતે આનંદઘન પ્રભુ સ્વરૂપમાં સદાને માટે લીન બને છે. આદર્શ વ્યવહારના અવલંબને આનંદઘન પ્રભુને પામવા એ જ અધ્યાત્મનું ફળ છે. ક્રિયાના આધારે ભાવમાં પ્રવેશ છે અને ભાવના આધારે દૃષ્ટિ ખૂલતાં સ્વભાવની પ્રાપ્તિ છે. સૌ કોઈ આત્મા પોતાના આત્માને આનંદઘનમય બનાવે એ જ શુભભાવના !
કર્મબંઘ અને કર્મનો ઉદય એ જીવે કરેલા અધ્યાવસાયના પ્રતીક છે.