________________
શ્રી મહાવીરજી
1217
નરેન્દ્ર, ચક્રવર્તી અને ઇન્દ્રોને વિષયોના ભોગવટાથી જે અત્યંત રમણીય સુખ પ્રાપ્ત થાય છે તે સુખને, સમાધિમાં મગ્ન બનેલા યોગીઓ સળગતા અગ્નિમાં ઘીની આહુતિ આપવા તુલ્ય ગણે છે.
મનુષ્યલોકના ભોગોની અપેક્ષાએ દેવલોકના સુખોનો કાળ પલ્યોપમ અને સાગરોપમોનો છે. ત્યાંના આટલા દીર્ઘકાળના ઊંચા સુખોથી જે તૃપ્તિ નથી પામ્યો તે મનુષ્યલોકના અલ્પકાળના તુચ્છ સુખોથી તૃપ્તિ કેમ પામશે ? જે સિંધુથી તૃપ્તિ નથી પામ્યો તે બિંદુથી કેમ પામશે ? સંસારના એ સુખો બિંદુ તુલ્ય તો છે જ પણ પાછા અસ્થાયી છે. એની આગળ અને પાછળ દુઃખ છે ઉપરાંત પરના માધ્યમથી મળતું હોવાથી તે પરાધીન છે. આવા સુખને ભોગવનારને ભોગી કહ્યો છે કારણકે એમાં આત્મસુખનો-સ્વભાવનો ભોગ લેવાય છે.
ધન વૈભવ કે વિષયોના વારંવારના ભોગવટાથી તૃપ્તિ છે જ નહિ. તૃપ્તિ તો જ્ઞાન અને ધ્યાનથી જ છે. વિષયોથી અતૃપ્ત બનેલાં ઇન્દ્ર, નરેન્દ્ર કે ઉપેન્દ્રાદિ પણ સુખી નથી; આ શ્રદ્ધાને વારંવાર દઢ કરી જીવે વિષયોમાંથી ઉપયોગને પાછો ફેરવવાનો છે અને પોતાનું વીર્યપરાક્રમ-શૌર્ય પોતાના સ્વરૂપની દિશામાં જ વાળતાં રહેવાનું છે. એટલે કે પોતાના ઉપયોગને ઉપયોગમાં રાખવાનો છે. સાધનાકાળમાં પ્રયત્નપૂર્વક દરેક પરિસ્થિતિના દષ્ટા બની રહેવાનું છે. સાધનાતીત થયે છતે તો સહજ જ્ઞાતાદષ્ટા બની રહેવાય છે અને નરસુખ, સુરસુખની પેલે પારનું શાશ્વત સંપૂર્ણ, સ્વાધીન, સર્વોચ્ચ, શુદ્ધ, સહજ શિવસુખ ભોગવાય છે. સ્વરૂપની દિશામાં વીર્યને ફોરવવાથી ભીતરમાં પડેલો સંસાર નીકળતો જ જાય છે, બીજી કોઇ રીતે નહિ. દિશા બદલાયા વિના દશા કોઈ કાળે બદલાય નહિ એવો નિયમ છે. કર્મ અને ધર્મની લડાઈમાં અંતિમ વિજય ધર્મનો
જે જીવ પોતાનામાં રહેલ કર્તા-ભોક્તા ભાવના દર્શન કરે છે,
તે સ્વદોષ દર્શન કરી શકે છે અને તે જીવ પરમાત્માના દર્શન પામી શકે છે.