________________
1218 અ 1218 હૃદય નયન નિહાળે જગધણી જ હોય, જો કર્મનો વિજય હોત તો આજે ૪૫ લાખ યોજનાની સિદ્ધશિલા ખાલી હોત, પણ સિદ્ધશિલા ઉપર રહેલા અનંતા સિદ્ધો ધર્મના અંતિમ વિજયની સાક્ષી પૂરે છે.
સ્વરૂપની નિરંતર સાધના દ્વારા ચિદાનંદની મસ્તીમાં મસ્ત બનેલ આત્મા, ક્ષપકશ્રેણી ગત સર્વોત્કૃષ્ટ વીર્ય ફોરવી, વીતરાગ-સર્વજ્ઞ બની, અયોગી બનવા દ્વારા સિદ્ધત્વને પામે છે અને પર્યાય સદશતા અને પ્રદેશ સ્થિરતાને પામે છે.
મનુષ્ય જન્મ અને પ્રભુશાસન ઘણી ઘણી પુન્યાઇથી મળેલ છે. જીવન પાણીના રેલાની જેમ પસાર થઈ રહ્યું છે. તેને ભોગ, નિંદા, કુથલી વગેરેમાં ન વેડફતાં એકમાત્ર ધ્યાન સાધનામાં જોડી, આપણે સાધ્યના શિખરો સર કરવાના છે, એવું તાત્પર્ય આ કડીમાંથી નીકળે છે.
- કવિશ્રીના સ્તવનની પ્રત્યેક કડીનું હાર્દ પરમાંથી નીકળી સ્વમાં સમાવા તરફનું જ હોય છે. મોક્ષગામી એ મહાત્મા આપણને સહુને પણ મોક્ષ પ્રતિ ગમન કરવા પ્રેરી રહ્યા છે. ' ,
સાચુ વીરપણું એ આત્મામાં કરવામાં જ છે; એવા ભાવને જણાવતી હવે આ કડી છે.
વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તુમચી વાણે રે ધ્યાન વિનાણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવ પદ પચિાણે રે..વીર..૬
અર્થ કવિશ્રી જાણે કે પ્રભુને ઉદ્દેશીને કહી રહ્યા છે કે હે નાથ! આપની વાણી દ્વારા- આપના શાસ્ત્રો દ્વારા તેમજ મારી શક્તિ મુજબ ધ્યાન-વિજ્ઞાને કરીને હું એવું સમજ્યો છું કે, વીરપણું એ ઉપર ઉપરના
સ્વરૂપનું વેદન આત્મ નિવેદન વિના થઈ શકે નહિ.