________________
1216 , હૃદય નયન નિહાળે જગધણી
કરે છે અને સ્ત્રી વેદના ઉદયથી પુરુષને ભોગવવાની ઇચ્છા થાય છે, જેને ઈચ્છાકામ કહેવાય છે અને પછી તે ઇચ્છાની તૃપ્તિ કરવા ભોગવે છે, જેને મદન કામ કહી શકાય.
તેવી જ રીતે શૂરવીર બનીને-પરાક્રમ ફોરવીને નિજ સ્વરૂપમાં ઉપયોગવંત બનીને કાળ પસાર કરતાં અંતે આત્મા અયોગી બને છે. કામવાસનાના બળે ભોગ ભોગવવાની ઈચ્છા થતાં ભોગો ભોગવીને અનંતા આત્માઓ ભોગી બન્યા છે, બને છે અને ભવિષ્યમાં બનશે. મનુષ્ય લોકના તો ઠીક પણ દેવલોકની દેવાંગનાઓ સાથેના કામભાગોને પણ આ જીવે અનંતીવાર ભોગવ્યા છે; તો પણ જીવ ક્યાંય તૃપ્તિ પામ્યો નથી. પૂ.પાદ ધર્મદાસ ગણિ ઉપદેશમાળામાં જણાવે છે કે, “પાપી, પ્રમાદને વશ, સંસાર કાર્યમાં ઉઘુક્ત એવા આ જીવે અનંતીવાર નરક ગતિના દુઃખો ભોગવ્યા છતાં સંસારથી નિર્વેદને પામ્યો નહિ અને અનંતીવાર દેવલોકના સુખો ભોગવ્યા છતાં તૃપ્તિને પામ્યો નહિ. જેમ જેમ દુઃખ આવે તેમ તેમ તેનાથી બચવા તેનાથી છુટવા જીવ નવા નવા પાપો કર્યા કરે છે અને જેમ જેમ સુખ મળે તેમ તેમ નવા નવા સુખોની ઈચ્છા કર્યા કરે છે એટલે તૃપ્તિ ક્યાંથી થાય?”
દુઃખને સમાધિપૂર્વક ભોગવવા એ દુઃખથી છૂટવાનો માર્ગ છે. પણ દુઃખના કાળમાં નવા નવા પાપો કરવા, એ વધુ દુઃખી થવાનો અને સંસારમાં રખડવાનો માર્ગ છે. વૈરાગ્ય કલ્પલતામાં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજા લખે છે કે –
रम्यं सुखं यद्विषयोपनीतं, नरेन्द्रचक्रि त्रिदशाधिपानाम् । समाहितास्तज्जवलदिन्द्रियाग्नि-ज्वालाघृताहुत्युपमं विदन्ति॥ .
જે સંપ્રદાય પાસે કર્મયોગની વાત નથી તે ગમાર છે અને જે સંપ્રદાય પાસે, જ્ઞાનયોગની વાત નથી તે બેવકૂફ છે. દરેક સંપ્રદાય પાસે કર્મયોગ તેમજ જ્ઞાનયોગ હોવો જોઈએ.