________________
1206 . હૃદય નયન નિહાળે જગધણી
મતાગ્રહી નહોતા, તેમને સાધુપદનું માન હતું, સમયની કિંમત તેમને વિશેષ સમજાયેલી હતી, સંસારી જીવોના વિચારોથી તેમના વિચારો જુદા હતા તેથી નગરશેઠ હાજર ન હોવા છતાં તેમણે વ્યાખ્યાન શરૂ કરી દીધું અને પાછળથી તે ખબર પડતાં નગરશેઠને દુઃખ થયું, આનંદઘનજી મહારાજને તેમણે આ જે કર્યું તે બરાબર નથી કર્યું; એમ કહી પોતે જે ગોચરી, પાણી, વસ્ત્ર, પાત્ર વગેરે વહોરાવે છે તે વાત યાદ કરાવી અને યોગીરાજનો આત્મા ભીતરમાંથી જાગી ઉઠ્યો. પોતાની પાસે જે કાંઈ હતું. તે બધું જ ઉપાશ્રયમાં મૂકી જંગલની વાટ પકડી. પ્રબળ નિમિત્ત કારણ મળતાં સાચા અર્થમાં ઉમંગે યોગી બન્યા. અર્થાત્ પોતાની સ્વયં ફુરણાથી યોગી બની સાધનાનો માર્ગ અપનાવ્યો.
અજ્ઞાનના યોગે સંસારી આત્માઓ પોતાની જ્ઞાનશક્તિ અને વીર્યશક્તિને વિનાશી તત્ત્વો સાથે જોડી ઉમંગથી-ઉત્સાહથી સંસાર યોગ સાધે છે; એ સંસારમાં મન, વચન, કાયાના યોગમાં વપરાતું યોગવીર્ય છે, એ લબ્ધિ વીર્ય છે, તે ગ્રહણ કરાયેલ આહારનું સાત ધાતુમાં પરિણમન થવાથી ઉત્પન્ન થતું પુદ્ગલ વીર્ય છે. આવું વીર્ય પણ પરિણમન ત્યારે જ પામે કે જ્યારે શરીરમાં આત્માની હાજરી હોય છે અને જીવ વીર્ય કાર્યાન્વિત હોય છે.
વીર્ય એ શરીરનો રાજા છે. વીર્યહીન શરીર કાર્ય કરવાને અશક્ત હોય છે, વીર્ય છે તો ઓજસ-તેજ-લાવણ્ય છે અને શરીર કાર્ય કરવા સશક્ત બને છે. શરીરની તેજસ્વીતા અને લાવણ્યતાના મૂળમાં વીર્ય છે. યોગવીર્યના મૂળમાં પણ આત્મવીર્ય છે, ઉપયોગવીર્ય છે. વીર્ય એ આત્માનો ગુણ છે. અયોગી બનેલ સિદ્ધોમાં પણ વીર્ય હોય છે, જે અનંત વીર્ય છે અને તે ક્ષાયિકભાવે છે. અપ્રયાસી વીર્ય છે. વીર્ય એ આત્મ
પોતા પાસે રહેલ તન-મન-ધન-વચન-સમય આદિને “પર” ત્યારે જ માન્યા કહેવાય,
જ્યારે આ સઘળાંનો પોતે ભોગ નહિ કરતાં અન્ય સહના સદુપયોગમાં લગાવી દે.