________________
શ્રી મહાવીરજી
1205
કવિશ્રીના ઉદ્ગાર છે કે, “સૂક્ષ્મ થૂલ ક્રિયાને રંગે, યોગી થયો ઉમંગે.’’
છદ્મસ્થ જીવોના વીર્યની સાથે છએ લેશ્યાઓનું જોડાણ રહેલું છે. તેમાં જ્યાં સુધી મિથ્યાત્વયુક્ત પરિણામ છે ત્યાં સુધી ક્લિષ્ટ પરિણામી ત્રણ લેશ્યાઓની સંભાવના વધુ રહે છે. પછી જેમ જેમ ચિત્તશુદ્ધિ થતી જાય છે, તેમ તેમ લેશ્યાઓની શુદ્ધિ સાથે વીર્યની શુદ્ધિ પણ થતી જાય છે. અશુભ લેશ્યાકાળે મતિ જડ જેવી હોવાથી અને લેશ્યા તથા વીર્યનો સંબંધ, તેવા પ્રકારની મતિ સાથે હોવાથી ઉપયોગનું ખેંચાણ જડ પ્રત્યે થાય એ સ્વાભાવિક છે.
જડ અને ચેતન સ્વભાવથી ભિન્ન છે. છતાં જડ પ્રત્યેના રાગના કારણે કાર્મણ વર્ગણાઓ ખેંચાઈને ચિત્તભૂમિને આવરે છે અને કર્મરૂપે પરિણમી જઈ આત્મા સાથે એકમેક થઇ જાય છે. આ સંધિ કાયમી ન હોવાથી તેને કૃત્રિમ કહી શકાય. આત્માની પ્રત્યેક સમયની પર્યાયમાં અજ્ઞાન ઝળકતું હોવાથી આ પરિણમન થઇ રહ્યું છે અને તેથી આ સંધિ ટકી છે. અજ્ઞાનના કારણે નિરંતર વર્તતા રાગ-દ્વેષના ભાવોથી આ જોડાણ સતત ચાલુને ચાલુ જ છે. તેનું ભેદજ્ઞાન કરીને સ્વમાં રંગાવું એ જ સાચો માર્ગ છે; એવી સમજણ આવવાથી યોગીરાજ આંતર સાધનાનો માર્ગ શોધી રહ્યા છે અને તે માર્ગ તેમને જડી જવાથી-ચિત્તમાં ઉપસવાથી હવે તે સાચા અર્થમાં યોગી બની ઉમંગમાં આવી ગયા છે.
ખરેખર જે સાચા અર્થમાં હૃદયથી સંસારથી છૂટવાનો કામી બન્યો છે તેને છૂટવાના નિમિત્તો ભવિતવ્યતા મેળવી આપે છે. પાટણમાં યોગીરાજનું ચાતુર્માસ હતું ત્યારે વ્યાખ્યાનનો સમય વીતી રહ્યો હતો, નગરશેઠની રાહ જોવા છતાં તે આવ્યા નહોતા, આનંદઘનજી મહારાજ
(છદ્મસ્થ) જ્ઞાનમાં ચિત્રામણ પાડવું એ વૃત્તિ અને વિકાર કહેવાય. (કેવળ) જ્ઞાનમાં પ્રતિબિંબ પડે-પ્રતિભાસે તેને નિવૃત્તિ-નિર્વિકાર કહેવાય.