________________
1204
હૃદય નયન નિહાળે જગધણી
વીર્યંતરાય કર્મના દેશથી કે સર્વથી ક્ષય થવાથી પ્રાણીઓને-જે લબ્ધિ ઉત્પન્ન થાય છે અને તેને લીધે છદ્મસ્થ એટલે કે લેશ્યાવાળા સર્વજીવોને જે વીર્ય હોય છે, તે અભિસંધિજ અથવા અનભિસંધિજ વીર્ય કહેવાય છે.
બાકીના કેવળજ્ઞાની અને સિદ્ધભગવંતોને ક્ષાયિકવીર્ય કહેવાય છે. ઉત્સાહ, ઉમંગ, પરાક્રમ, વીરતા, ચેષ્ટા, શક્તિ, બળ, તાકાત, કૌવત, સામર્થ્ય આદિ યોગવીર્યના નામો છે.
મન, વચન, કાયાના ત્રણે યોગથી થતી શુભાશુભ પ્રવૃત્તિના મૂળમાં, જે વૃત્તિ-વલણ છે તે લેશ્યા છે. એ પ્રવૃત્તિની પૂર્વે મન અને બુદ્ધિમાં ઉઠતાં સંકલ્પ-વિકલ્પના રંગો અને તરંગો છે. જલમાં જેમ લહેરો-તરંગો ઊઠે છે અને તેની સતત આવન જાવન-રહે છે, તેમ જીવ સરોવરમાં લહેરાતા મનના રંગતરંગ એ લેશ્યા છે.
સ્વાનુભૂતિ સંપન્ન ખીમજી બાપા અભિસંધિજ વીર્યનું અર્થઘટન કરતાં જણાવે છે કે છદ્મસ્થાવસ્થામાં વીર્યશક્તિનું શુભલેશ્યા સાથે સંગતિ થવાથી જે અભિસંધિ એટલે જોડાણ થયું અને સ્વરૂપ અભિમુખતા આવી તે અભિસંધિજ મતિ છે અર્થાત્ છદ્મસ્થાવસ્થામાં વીર્યના શુભલેશ્યા સાથેના સંધાણથી શુભલેશ્યા સંપન્ન વીર્યવાળી મતિ એ અભિસંધિજ મતિ છે.
આવી અભિસંધિજ મતિના કારણે જે બદલાવ-પરિવર્તન આવ્યું, તેનાથી સ્થૂલ એટલે બાહ્ય ક્રિયા અને સૂક્ષ્મ એટલે અત્યંતરક્રિયા, જે શુભ લેશ્યાયુક્ત વીર્યથી શુભરંગે રંગીન અને સંગીન બનવા લાગી એટલે જીવ ભોગી મટી ઉરના ઉમળકાપૂર્વક ઉમંગથી યોગી થયો અને તેથી જ
જ્યાં ભેદ હોય ત્યાં ઔદયિક ભાવ હોય અંગર ક્ષયોપશમ ભાવ હોય. જ્યાં અભેદ ભાવ હોય ત્યાં ક્ષાયિકભાવ હોય અને પારિણામિક ભાવ હોય.