________________
શ્રી મહાવીરજી 1203
અર્થ : લેશ્યાયુક્ત છદ્મસ્થ જીવનું વીર્ય અભિસંધિજ અને અનભિસંધિજ એમ બે પ્રકારે છે. સ્થૂલ અને સૂક્ષ્મ મન, વચન, કાયાના યોગોની ક્રિયાથી આત્મા પ્રત્યેક સમયે રંગાઈ રહ્યો છે અને તેથી અયોગી અને સિદ્ધ સ્વરૂપી એવો આત્મા આજે ઉત્સાહથી-ઉમંગથી યોગી બન્યો છે. અર્થાત્ તેને પરાણે કોઈએ યોગી બનાવ્યો નથી પણ બે પ્રકારના વીર્યનું જોડાણ સતત મન-વચન-કાયા સાથે થવાથી તે સહજપણે યોગી બન્યો છે. અર્થાત્ સંસારી બન્યો છે.
વિવેચન ઃ હકીકતમાં જોઇએ તો સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ જ પરમ યોગ છે. એ યોગને સાધે તે ખરો યોગી કહેવાય. તેવો જ યોગી અંતે અયોગી બનીને સિદ્ધ થાય છે. આત્મ સ્વરૂપનું લક્ષ્ય ચૂકીને પર પદાર્થમાં સુખબુદ્ધિએ જે મન-વચન-કાયાના યોગોમાં વીર્ય વપરાય છે, તે તો ભોગ છે. તેનાથી જીવને સંસારમાં રખડવું પડે છે.
વીર્યંતરાય કર્મના દેશક્ષયથી ઉત્પન્ન થયેલ વીર્ય, છદ્મસ્થ જીવોને હોય છે. જ્યારે સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થયેલ વીર્ય કેવળી ભગવંતોને હોય છે. છદ્મસ્થ વીર્ય અભિસંધિજ અને અનભિસંધિજ એમ બે પ્રકારે છે. બુદ્ધિ પૂર્વક, ઉપયોગ પૂર્વક, ઇચ્છા પૂર્વક મન, વચન, કાયાની પ્રવૃત્તિ થાય તે અભિસંધિજ વીર્ય કહેવાય જેને સપ્રયાસ વીર્ય કહી શકાય. તે સિવાય લીધેલા ખોરાકનું સાત ધાતુ રૂપે પરિણમન થાય, ઉંઘમાં શ્વાસોશ્વાસ ચાલે, રૂધિરાભિસરણ ચાલે, તેમાં જે વીર્ય છે, તે અનભિસંધિજ વીર્ય છે; જેને અપ્રયાસ-સહજ વીર્ય કહી શકાય. વીર્ય સંબંધે કર્મપ્રકૃતિમાં ગાથા છે
-
विरियङतराय, વેસ− -વૈજ્વળ સવ્વ-સ્વપ્ન વા તદ્વી अभिसंधिजमियरं वा तत्ता विरियं स - लेसस्स ॥
દેહભાવ એટલે સુખબુદ્ધિ અને ભોગવૃત્તિએ આત્મા અને દેહનો સુમેળ.