________________
1202 , હૃદય નયન નિહાળે જગધણી
1202
અનુભવાય. જેમ જેમ ભેદવિજ્ઞાનનો પ્રયોગ વધતો જાય તેમ તેમ સાધકને એ ખ્યાલ આવે છે કે, રાગાદિ મારું સ્વરૂપ નથી, મારા સુખનું કારણ નથી, હવે હું તેને રાખી શકું તેમ નથી. એમ શુભભાવની તીવ્રતા થતાં પરિણતિમાંથી રાગાદિ સ્વયં છૂટી જાય છે. પછી વિકલ્પને છોડવા નથી પડતાં પણ સ્વયં છૂટી જાય છે.
આત્મા ઉપર સાચો પ્રેમ પ્રગટે છે ત્યારે રાગાદિનું મમત્વ અનુભવાતું નથી. જીવસ્થાન, યોગસ્થાન, અધ્યવસાય સ્થાન, ગુણસ્થાન, માર્ગણા સ્થાન, બધાંથી આત્મા સાવ નિરાળો છે. તેમાં આત્માનો કાયમી વસવાટ નથી. આ રીતે અંતરમાં ભેદજ્ઞાનની પરિણતિથી ભાવિત થતાં કેવળજ્ઞાન-કેવળદર્શનને ઢંઢોળવાનું કામ શરૂ થાય છે. જેમ જેમ ભેદજ્ઞાન તીવ્ર-તીવ્રતર થતું જાય છે તેમ તેમ ઘાતકર્મો ખરતાં જાય છે અને કેવળજ્ઞાનની ખાણ નજીક આવતી જાય છે અને કોઈક જીવનની ધન્ય પળે ક્ષપકશ્રેણી મંડાઈ જતાં કેવલ્યલક્ષ્મી જીવને સામે ચાલીને વરે છે. ભેદજ્ઞાનના પ્રયોગથી ઉપયોગ સૂમ બનતો જાય છે એટલે અજ્ઞાન અને રાગાદિ નિરાધાર થઈને ચાલ્યા જાય છે. વીરપણું પ્રગટતાં ઉપર ઉપરના ગુણસ્થાનકની સ્પર્શના દ્વારા વિશુદ્ધિ અનુભવાતાં આત્મામાં આનંદનું જિત નગારું એક વખત ચોક્કસ વાગે છે. એ વિજયસૂચક વિજય ડંકા છે, જે જીતની જાહેરાત છે. એ અદષ્ટ દિવ્યશક્તિ દ્વારા કરાયેલા શુદ્ધિના વધામણા છે.
વીરપણું પામવા માટે વીર્યગુણની સહાય અપેક્ષિત છે અને તે વીર્ય છદ્મસ્થને કેવા પ્રકારનું હોય છે તે માટે હવે બીજી કડી કહે છે
છઉંમ© વીર્ય લેગ્યા સંગે, અભિસંધિજ મતિ અંગે રે, સૂક્ષ્મ શૂલ ક્રિયાને રંગે, યોગી થયો ઉમંગે રે.. વીર..૨ *
આત્મદ્રવ્ય, નિત્ય હોવા છતાં અનિત્ય એવાં પગલદ્રવ્યનું શરણ લે એટલે, ”
બકરી વાઘને ખાય તેવો ન્યાય થયો.