________________
શ્રી પાર્શ્વનાથજી
110
. પાર્શ્વજિન તો પાર્શ્વજિન સમા જ છે. એવા એ પાર્શ્વજિનનો જે પૂર્ણરસ-પૂર્ણસ્વરૂપ છે તેનો પા એટલે કે ચોથા ભાગનો રસ પણ મારામાં નથી. પાર્શ્વજિન જે પૂર્ણરસ-પારસને પામ્યા છે – વેદી રહ્યાં છે, તે આનંદઘન-આનંદરસ મારામાં જ રહ્યો છે. એ પૂર્ણરસને મારે જ મારામાંથી પાર્શ્વજિનના આલંબને પ્રગટ કરવાનો છે અને મારે મારામાંથી મારા જ પુરુષાર્થે વેચવાનો છે.
સહુ કોઈ એ પુરણરસના રસિયા બની એને પોતામાં વેદે એવી અભિલાષા !
સત્ય દર્શન એ અદ્વૈત દર્શન છે. જગત અદ્વૈત સ્વરૂપ છે. અદ્વૈતને કૈતરૂપે જોવું એ ભ્રમદર્શન છે.
જગતને દૈત સ્વરૂપે જોવું તે ભ્રમદર્શન છે.