________________
[1198
હૃદય નયન નિહાળે જગધણી
24 શ્રી વરિ પરમાત્માનું સ્તવને
વીર જિનેશ્વર ચરણે લાગું, વીરપણું તે મારું રે; મિથ્યા મોહ તિમિર ભય ભાગ્યું, જીત નગારું વાગ્યે રાઈ વી.૧
છઉમ– વીરજ લેગ્યા સંગે, અભિસંધિજ મતિ અંગે રે; - સૂક્ષ્મ થુલ ક્રિયાને રંગે, યોગી થયો ઉમંગે રા. વિ.૨ અસંખ્ય પ્રદેશે વીર્ય અસંખે, યોગ અસંખિત કંખે રે; પુદ્ગલ ગણ તેણે લેસુ વિશેષે, યથાશક્તિ મતિ લેખે રા વી.૩
ઉત્કૃષ્ટ વીરજને વેસે, યોગક્રિયા નવિ પેસે રે,
યોગતણી ધ્રુવતાને લેશે, આતમ શક્તિ ન બેસે રો વી.૪ કામવીર્ય વિશે જિમ ભોગી, તિમ આતમ થયો ભોગી રે; શૂરપણે આતમ ઉપયોગી, થાયે તેહ અયોગી રે, વી.પ
વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તુમચી વાણે રે;
ધ્યાન વિનાણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવપદ પહિચાણે રી વી.૬ આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે વી.૭
.
વસ્તુઓ અને વ્યક્તિઓ વચ્ચે અને સાથે તેમજ દેહધર્મના સેવનમાં
આત્મભાવે રાગ-દ્વેષ રહિત થઈ જીવવું તે નિર્વિકલ્પદશા છે.