________________
1196
હૃદય નયન નિહાળે જગધણી
શકે નહિ. અને આપણા પ્રભાવ વર્તુળમાં હોય ત્યાં સુધી અન્ય પ્રતિ પણ હિંસક થઈ શકે નહિ.
આત્માની અનુભૂતિ કરાવે તેવું આધ્યાત્મિક પદ વિષયને સુસંગત હોઈ, અત્રે રજુ કરાય છે. મેર સત્ ચિત્ આનંદરૂપ, કોઈ કોઈ જાને રે, મેં હું અખંડ સ્વરૂપ કોઈ કોઈ જાને રે...
સર્વ જગતસે મેં હું ન્યારા, સિદ્ધ જૈસા સ્વરૂપ હમારા,
મેં હું શુદ્ધ સ્વરૂપ, કોઈ કોઈ જાને રે... જ્ઞાન દર્શન રૂપ હૈ મેરા, આત્મ રમણકા સ્વભાવ હમારા, મેં હું પૂર્ણ સ્વરૂપ, કોઈ કોઈ જાને રે.. . ૩
મેરા મૃત્યુ કભી નહીં હોતા, છેદન ભેદન કભી નહીં હોતા,
મેરા અજર અમર સ્વરૂપ, કોઈ કોઈ જાને રે.. ૪ એસા ચિંતન નિત્ય હી કરના, આત્મ સ્વરૂપ કી ખોજ કરના, તો પ્રગટે જ્ઞાન કી જ્યોત, કોઈ કોઈ જાને રે.. . ૫ મેરા સચિત્ આનંદરૂપ, કોઈ કોઈ જાને રે.
આનંદઘન-ચિદ્દન-પરમાત્મસ્વરૂપ મારી મહીં એટલે કે મારી ભીતરમાં જ ભંડારાયેલ પડ્યું છે. એ તો મારો જ નિજગુણ અર્થાત્ મારું પોતાપણું છે. એ પૂર્ણસ્વરૂપના જ પૂરેપૂરા રસિયા બનીને મારે એને સ્પર્શવાનું છે એટલેકે અનુભૂતિમાં-વેદનમાં લાવીને પર્યાયમાં પ્રગટ કરવાનું છે.
'પર' વસ્તુમાં રસ રેડવો તે આવરણ છે અને સ્વરૂપરસનું વિસ્મરણ થવું તે તેનું પરિણામ છે.