________________
શ્રી પાર્શ્વનાથજી & 1195
થાબડવાની વૃત્તિ હોવાથી આપણી સામે લગભગ બધી જ ફાઈલો ચીકણી આવે છે અને આપણામાં જાગૃતિ ન હોવાથી તે આવતા આપણે ગૂંચવાઈ જઈએ છીએ, જે આપણું સ્વરૂપ નથી. પરમાત્મસ્વરૂપ ક્યારે પણ લેપાયમાન ન હોય, આભાસી ન હોય, ગૂંચવાડાવાળું ન હોય. સ્વકીયતા આવશે તો સ્વીકાર્યતા આવશે.
અનંત ભવોથી પાપના પોટલા બાંધતા આવ્યા છીએ અને અહંકારના પડઘા પાડતા આવ્યા છીએ. આજે આપણે કદાચ ડાહ્યા, શાંત, સમજૂ અને વિવેકી દેખાતા હોઈએ તો પણ જ્યાં સુધી એ પડઘા સ્વયં ના શમે ત્યાં સુધી સમતાભાવે રહી સમય પસાર કરવાનો છે. સાધકને એ વાતનો ખ્યાલ હોવો જરૂરી છે કે જગત ફરે કે ના ફરે, પણ મારે ફરી જવાનું છે. અંદરનું તત્ત્વ આરીસા જેવું સ્વચ્છ કરવાનું છે. ભીતરમાં અટકણ પડેલી છે માટે બહારમાં લોકોને આકર્ષણ નથી થતું. તે જો જાય, તો પછી તમારો એક એક શબ્દ બ્રહ્મ વાક્ય થઈ પડશે. શાની પુરુષની કૃપા અને પોતાના જબરજસ્ત પુરુષાર્થથી અટકણ તૂટે છે, અનંત સમાધિ પ્રગટે છે, જો તે અટકણને આપણે નહિ ઉખેડીએ તો તે આપણને ઉખેડી નાંખશે. અટકણ ખટકે તો અટકણ અટકે અને ભટકણનો અંત આવે. . અંદરમાં બધાના જ પ્રત્યે હદયથી પ્રતિક્રમણ કરીને ચોખ્ખા થઈ ગયા હોઈએ તો પછી વાઘ પણ અનુકૂળ વર્તે. વાઘમાં અને મનુષ્યમાં કશો ફેર નથી. આપણા સ્પંદનોના ફેરને કારણે વાવમાં તેની અસરો દેખાય છે. આપણે શુદ્ધ થઈ ગયા હોઈએ અને હુમાં શુદ્ધાત્મા જોતા હોઈએ તો પછી વાઘ પણ આપણી સામે હિંસક બની
કેવળી ભગવંત પોતાના જ્ઞાનને વેદ છે અને વિશ્વના પદાર્થોને જાણે છે. જ્યારે છવસ્થા પોતાના જ્ઞાનને વેદતો નથી પણ માત્ર જાણે છે અને વિશ્વના પદાર્થોને જાણવા સાથે વેદવા મથે છે.