________________
1194
હૃદય નયન નિહાળે જગધણી
તમે જે અમને શીખવી રહ્યા છો અને તેના કારણે અમે માનીએ છીએ કે અમે બરાબર સમજ્યા છીએ તે અમારી તમારા તરફની શ્રદ્ધા છે જ્યારે તમે જેમ એ માનો છો કે હું જે ભણાવું છું તે મારા વિદ્યાર્થીઓ બરાબર સમજી ગયા છે તે તમારી ભ્રાંતિ છે. અર્થાત્ તમે ભ્રાંતિમાં છો, તમારે તેને દૂર કરવાની જરૂર છે.
દર્પણમાંની ચકલીને સાચી માની જીવંત ચકલી ચાંચ મારે છે, તે જેમ ચકલીની ભ્રાંતિ છે, તેવી સંસારીઓની સંસારની ભ્રાંતિ છે. શ્રદ્ધેયમાં શ્રદ્ધા થાય તો ભ્રાંતિ જાય.
પ્રકૃતિનો હિસાબ ચૂકવવાથી સંસારનો અંત આવે છે. તે માટે આપણે કશું જ કરવાનું નથી માત્ર કર્તાભાવથી ખાલી થઇ જવાનું છે એટલે એ હિસાબો એની મેળે પૂરા થઇ જશે. આપણે તો એટલું જ જોવાનું કે કેટલો હિસાબ ચૂકવાયો અને કેટલો બાકી રહ્યો ? આત્મજ્ઞાની મહાપુરુષ પાસેથી મેળવેલ આત્માનાં જ્ઞાન દ્વારા જો આપણે શાંત અને સ્થિર બનીને જીવીએ તો તે આખી દુનિયાના સાયક્લોનને ઉડાડી મૂકે તેમ છે.
જ્યાં સુધી અહંકારનો પડદો પડ્યો છે, ભીતરમાં ખોટી માન્યતાના જાળા બાઝ્યા છે ત્યાં સુધી આપણો ફોટો ખરાબ જ આવવાનો. ચીકણી ફાઈલ (પ્રતિકુળ સંયોગ) આવે ત્યારે જો ફાઇલની ચિકાશ દેખાશે તો તેનો સમભાવે નિકાલ નહિ થાય પણ જો પોતાની પ્રકૃતિની જ ચિકાશ દેખાશે તો ફાઈલનો સમભાવે નિકાલ થવાથી આગળ વધાશે. આપણી અંદરમાં પડેલી અનંત ભવોની આડાઇઓ, વક્રતા, વિચિત્રતા, બીજાના દોષ જોવાની વૃત્તિ, આપણા અહંકારને
જે જીવ તેનાથી વિરુદ્ધ પદાર્થ એવા અજીવ પુદ્ગલ તત્ત્વ ઉપરની ભોગદૃષ્ટિ ઉઠાવી લઈ, તે પર વિજય પ્રાપ્ત કરે છે, તે જિન છે અને વિજયી થવાનો પ્રયત્ન કરે છે તે જૈન છે.