________________
શ્રી પાર્શ્વનાથજી , 1193
જાગૃતિ એકદમ વધી જાય છે. જેમ પોતે દરિદ્રી હોય પણ કોઈ રાજાની ઓળખાણવાળો હોય તો કામ થઈ જાય છે ને? ચંડકૌશિકનું ઉપાદાન કેવું હતું છતાં છદ્મસ્થ અવસ્થામાં રહેલા એવા પણ ભગવાન મળતાં કેવું કામ થઈ ગયું ને?!
ઉપાદાનને સાહિત્યની ભાષામાં ઉrasping Power-પ્રજ્ઞાપનીયતાcatching capacity કહેવાય છે. ઉપાદાન એટલે ગ્રામ્પીંગ પાવરની જાગૃતિ. ગ્રહણશક્તિ વિકસિત થઈ હોય તો નિમિત્તને ઝીલી શકાય. નિમિત્ત ઉપરી પણ હોતા નથી, અંડર હેન્ડ પણ નહિ, નિમિત્ત એટલે નિમિત્ત. તેના માટે બીજુ કશું જ બોલાય નહિ એ catalytic Agentઉદ્દીપકનું કામ કરે છે. આ આખો સંસાર ભ્રાંતિથી ચાલે છે-ચાલી રહ્યો છે, તે ભ્રાંતિને ઉડાડી આત્મ સ્વરૂપની શ્રદ્ધા કરી આગળ વધવાનું છે. જ્ઞાનીપુરુષ જ્ઞાન આપે છે, આત્માનું સચોટ લક્ષ્ય બેસાડે છે એટલે તેમની હાજરીમાં પુદ્ગલનું જોર એકદમ ઓછું થઈ જાય છે. એક વખત આત્માનું સચોટ લક્ષ્ય બેસી ગયા પછી જ્ઞાની પુરુષની ગેરહાજરીમાં પુદ્ગલનું જોર વધે - તો પણ આત્માનું લક્ષ્ય બેસેલું હોવાના કારણે પુલ ઝપાટાબંધ ઓગળી જાય છે.
ભ્રાંતિ એ પણ એક પ્રકારની વિપરીત શ્રદ્ધા જ છે. એક સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું કે બોલો વિદ્યાર્થીઓ ભ્રાંતિ અને શ્રદ્ધામાં શું ફેર છે તે તમે જાણો છો? શિક્ષકને એમ હતું કે આનો જવાબ કોઈ આપી શકશે નહિ પણ એક વિદ્યાર્થીએ કહ્યું કે સાહેબ! હું ભ્રાંતિ અને શ્રદ્ધાના તફાવતને બરાબર સમજ્યો છું.
ઘર્મ (વસ્તુ સ્વભાવ) એ જીવનું લક્ષણ છે. જીવના એ લક્ષણની જે વિકૃતિ થઈ છે તે અધર્મ છે.