________________
હૃદય નયન નિહાળે જગધણી
ભીતરની ચૈતન્યની જાગૃતિ એ ઉપાદાન છે. આ જગત ભ્રાંતિ સ્વરૂપ છે. ભ્રાંતિને ભ્રાંતિ સ્વરૂપે જાણે ત્યારથી ઉપાદાનની શરૂઆત થાય છે. આત્મા એટલે સંપૂર્ણ જાગૃતિ અને ઉપાદાન એટલે જેટલી જાગૃતિ એણે ઉત્પન્ન કરી છે તે. અર્થાત્ આત્મજાગૃતિનું પ્રમાણ. આત્મજાગૃતિના પ્રમાણને દર્શાવતું બેરોમીટર-તે પ્રમાણ.
1188
ઉપાદાન એ આત્મા નથી પણ આત્મા પ્રાપ્ત કરવા કયા લેવલે આવ્યો છે તે સ્થાન-તે જગ્યા એ ઉપાદાન છે. ઉપાદાન એટલે એના પહેલાના જ્ઞાનનો ભંડોળ એટલે કે અનુભવનો ભંડોળ, જ્ઞાન-દર્શન એ અનુભવ ના કહેવાય પણ જ્ઞાન-દર્શનનું જે ફળ આવે તે અનુભવ છે. ઉપાદાન એટલે અનંત અવતારથી ભટકતાં-ભટકતાં ભેગો કરેલો જાત અનુભવ. અત્યારે ઉપાદાનનું પ્રમાણ ખોળવું હોય તો અહીં જેની જેટલી કોઠાસૂઝ પડેલી છે તે તેનું ઉપાદાન કહેવાય. કોઈ ગુસ્સો કરે તો ય પોતે સમતા રાખે એ ઉપાદાનનો પ્રતાપ છે. જ્યાં લડવાના વિચારો આવી શકે છે ત્યાં સમતા રાખે છે એટલે આ ઉપાદાન, એની પાસે સમતા રાખવાનું સાધન છે, એ પોતાની મિલ્કત છે એટલે આ જાગૃતિ એ પોતાની સત્તા છે. અનંત અવતારથી ભટકતાં ભટકતાં ભેગી થયેલી જાગૃતિની સિલક એનું નામ ઉપાદાન અને એ ઉપાદાન-સિલક પૂરી થઇ જાય-Complete થઇ જાય એટલે તે આત્મા થઇ ગયો. ઉપાદાન નામની જે શક્તિ ઊભી થાય છે તે Full-Perfect-પૂર્ણ થાય ત્યારે તે શુદ્ધાત્મા-પરમાત્મા થઇ જાય.
ઉપાદાન અને નિમિત્ત બે ભેગા થાય ત્યારે જ કાર્ય થાય છે માટે બંનેની જરૂર છે. તેથી નિમિત્તને ઉડાડવું એ ભયંકર ગુનો છે. જ્યાં આખો સંસાર નિમિત્ત-નૈમિત્તિક ભાવે અનુભવાઈ રહ્યો છે ત્યાં નિમિત્ત
મોક્ષ તત્ત્વની પ્રાપ્તિ એટલે ત્યાગ-વિરાણ-સંવર-નિર્જરા. એ મોક્ષપ્રાપ્તિની નિષઘાત્મક સાધના છે. જ્યારે વિધેયાત્મકસાઘના એટલે સ્વરૂપનું જ્ઞાન અને સ્વરૂપનું ધ્યાન.