________________
શ્રી પાર્શ્વનાથજી 1189
ન
કાંઇ કરતું નથી એમ બોલાય નહિ તેમ નિમિત્ત જ બધું કરે છે ઉપાદાનને કાંઈ કરવાની જરૂર નથી એમ પણ ન બોલાય. અધ્યાત્મના માર્ગમાં કે સંસારના માર્ગમાં નિમિત્તને વખોડવાનું નથી તેમ નિમિત્તને પંપાળવાનું પણ નથી માત્ર નિમિત્તનો સદુપયોગ કરી જાગૃતિ વધારતાં જવાનું છે. નિમિત્તમાં કારકતા ભલે ન હોય પણ કારણતા તો અવશ્ય છે જ! નિમિત્ત કાંઈ કરતું નથી કે અકિંચિત્કર છે, તે એક પડખાનું સત્ય છે. બીજે પડખે એ પણ નક્કર સત્ય-નકરી વાસ્તવિકતા છે કે નિમિત્ત વગર કાંઈ થતું નથી. એવા નિમિત્તને સામેથી મેળવવા જવું એ પુરુષાર્થ છે અને એવું નિમિત્ત અનાયાસે આવી મળવું એ ભવિતવ્યતા અર્થાત્ ક્રમબદ્ધ પર્યાય છે. આપણી ભવિતવ્યતા એટલે કે હવે પછીનો પર્યાય શું છે તે જાણતા નથી તેથી હાથ જોડીને બેસી રહી પુરુષાર્થ ન કરવો તે નિષ્ક્રિયતા છે.
એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરતું નથી. દરેક દ્રવ્યો સ્વંતત્રપણે પરિણમી રહ્યા છે. આવા શાસ્ત્રના વચનો લઈ નિમિત્ત ઉપાદાનને કાંઇ કરતું નથી.એમ ના કહેવાય. ભગવાન કુંદકુંદાચાર્યે સમયસારમાં ઉપાદાનનું મહત્વ આંક્યું છે પણ તેનું અર્થઘટન ખોટું ચાલી રહ્યું છે. તેમનું એમ કહેવું છે કે નિમિત્ત તરીકે તમને શાસ્ત્રો મળશે, તીર્થંકરો મળશે, શાન મળશે પણ તમારું ઉપાદાન જાગૃત નહિ હોય તો કામ નહિ થાય. એટલે જ્ઞાની પુરુષ જેવું ભવ્ય, અનન્ય ઉપકારક નિમિત્ત મળે તે પહેલાં તમારું ઉપાદાન-જાગૃતિ કેળવી લો ! જેમ ખેડૂત વરસાદ આવતાં પહેલા જમીનને હળથી ખેડે છે-ફળદ્રુપ બનાવે છે, તેમાં વાવણી કરીને તૈયાર રાખે છે, તો વરસાદ વરસતાં તેમાંથી ધાન્ય ઊગી નીકળે છે.
શાસ્ત્રોમાં ઉપાદાનની મહત્તા બતાવનારા જેમ વચન પ્રયોગ
જ્ઞાન ગુણને ઘારણ કરે તે વ્યજ્ઞાની, જ્યારે જ્ઞાનને ભાવમાં પરિણામાવે અર્થાત્ મોહનીયકર્મનો ક્ષયોપશમ કરે તે ભાવજ્ઞાની !