________________
શ્રી પાર્શ્વનાથજી
-
11/1
સર્વદેશીય તત્ત્વને એકદેશીય દૃષ્ટાંતથી પૂરેપૂરું, સર્વાગી સમજાવી શકાતું નથી. તેથી તેને અનેક દૃષ્ટાંતથી સમજાવવામાં આવે છે અને અનેક વિશેષણોથી નવાજવામાં આવે છે. | સર્વદેશીય તત્ત્વની વીતરાગતા અને નિર્વિકલ્પતા સમજવા માટે દર્પણનું દષ્ટાંત અપાય છે અને “ચિદાદર્શ વિશેષણથી નવાજવામાં આવે છે. પ્રકાશકતા સૂર્ય (આદિત્ય)ના દૃષ્ટાંતથી સમજાવામાં આવે છે અને “ચિદાદિત્યના વિશેષણથી નવાજવામાં-ઓળખાવામાં આવે છે. વ્યાપકતા સમજાવવા આકાશનું દૃષ્ટાંત અપાય છે અને “ચિદાકાશ' વિશેષણથી નવાજવામાં આવે છે. | સર્વદેશીય તત્ત્વની વીતરાગતા, નિર્વિકલ્પતા, પ્રકાશકતા અને વ્યાપકતા પર સાપેક્ષ છે એટલે કે પરક્ષેત્રે પરપ્રતિ હોય છે જ્યારે સ્વક્ષેત્રે તો આનંદવેદન છે અને તેથી જ તે ચૈતન્ય તત્ત્વ છે અને તે છે તો જ વીતરાગતા, વ્યાપકતા, પ્રકાશકતાની કિંમત છે. જીવને સ્વક્ષેત્રે સ્વપ્રતિ પ્રશ્ન વેદનનો છે, જે આનંદ વેદના છે. તેથી જ આત્મા ચિદાદર્શ, ચિદાદિત્ય, ચિદાકાશ હોવા સાથે ચિદાનંદ પણ છે, જે એનું વિધેયાત્મક અનુજીવી વિશેષણ છે. આ ચાર વિશેષણથી આત્માની સર્વતોમુખી સર્વાગી પરિપૂર્ણ સમજ છદ્મસ્થને કંઇક અંશે બુદ્ધિગમ્ય બને છે.
- કેવળી ભગવંતો પોતાના દિવ્યજ્ઞાન વડે પર દ્રવ્યોને જાણે છે પણ પરને ગ્રહણ કરતા નથી તેમ જ પરરૂપે પરિણમતા પણ નથી. માત્ર સર્વ શેયોને સર્વાત્મપ્રદેશથી દેખે છે અને જાણે છે, તેમ છતાં પોતાના શુદ્ધસ્વભાવમાં જ પરિણમે છે, જે કેવળી ભગવંતની વીતરાગતાનો ઉદ્યોત કરે છે.
* સમ્યકત્વ મોહનીય એટલે દર્શનમોહનીયનો ક્ષયોપશમ. એનો અર્થ એ કે મોહ-પ્રકૃતિ-કર્મ ઉપર જીવની સત્તા. અર્થાત્ નિર્મોહ ભાવે જીવાતું જીવન.